________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારવિચારની શુદ્ધિ માટે દરેક જેને આપવું જોઇતું લક્ષ ૧૦૭ स्वआचारविचारनी शुद्धि माटे दरेक जैने. आप जोतुं लक्ष.
ઉત્તમ પ્રકારની કેળવણી અને શ્રદ્ધાદિકની ખામીથી કેટલાક ભાઈ બહેનનું આચરણ એવું બેહુદું હોય છે કે તેને લઈને આ સમાજ વિગેવાય છે અને તેઓ બધા જે ધર્મ પાળતા હોય છે તેની પણ નિંદા થવા પામે છે, તેથી પ્રથમ તે ધર્મના અંગરૂપ આચરણની શુદ્ધિ અવશ્ય કરવાની જરૂર રહે છે.
.૧ શુદ્ધ દેવ, ગુરૂ, સંઘ, તીર્થાદિકનાં દર્શન-વંદન પૂજા સ્તુતિ પ્રસંગે ચિત અંગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મન:શુદ્ધિ, સ્થળશુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ સાચવવાને અવશ્ય ખપ કરવો જોઈએ. આપણામાં આચારશુદ્ધિ હેવાને દા કરવા પહેલાં આપણે તેને કેટલે ખપ કરીએ છીએ-કરવા કાળજી રાખીએ છીએ તેનું અવલોકન બરાબર કરવું જોઈએ. જે જે વ્યાજબી ઉપાયવડે શરીરાદિકશુદ્ધિ સચવાય તે તે ઉપાય પ્રમાદ રહિત આદરવા જોઈએ. જેમ દેવગુરૂની પૂજાભક્તિ પ્રસંગે ગૃહસ્થને વિધિયુક્ત જળસ્નાનની જરૂર કહી છે, તેમ સ્વજીવનની સાર્થકતા કરવા અને તેને ટકાવી રાખવા જરૂર પૂરતો શુદ્ધ સાત્ત્વિક આહાર ન્યાયપાર્જિત દ્રવ્યવડે મેળવી લેવાની, સહુને આત્મતુલ્ય લેખવાની, પ્રિય અને હિતકર એવું જ સત્ય બોલવાની, દ્રઢતાપૂર્વક પ્રમાણિકતાનું ધોરણ આદરીને તે પ્રાણુત સુધી નભાવવાની, પીને માતૃતુલ્ય લેખવાની, પરિગ્રહની મમતા ટુંકી કરી સંતોષવૃત્તિ સેવવાની, ફોધાદિક દુઇ કષાયને ઉપશમાવવાની, રાગ દ્વેષને પાતળા પાડવાની, કલેશ કંકાસ દૂર કરવાની, વગર વિચાર્યા વચનવડે સ્વપરને પરિતાપ થતું અટકાવવાની, સાનુકૂળ કે પ્રતિકૂળ સંગેમાં થતાં હર્ષ ખેદથી બચવાની, દોષ દ્રષ્ટિથી થતી પરનિંદાથી પરહેજ રહી ગુણદ્રષ્ટિથી સગુણની પ્રશંસા કરવાની, શુદ્ધ સરલ પરિણામ આદરી રહેણીકહેણી એક સરખી રાખવાની અને શુદ્ધ દેવાદિક તત્ત્વને યથાર્થ ઓળખી તેના ઉપર અચળ શ્રદ્ધા-આકીન જાળવી રાખવાની અત્યંત આવશ્યકતા છે. - ૨ ગમે તેવાં કાળાં ધોળાં કરી અર્થ (દ્રવ્ય) મેળવીદાન પુન્ય કરી પવિત્ર થવાશે એમ કેક ગુગ્ધ જનો માને છે. તે કાદવવડે અંગ લેપી પછી તેને જળનડે શુદ્ધ કરવા જેવું. મૂMઈભરેલું અને અહિતકારી કામ છે. એમ સમજી “પપા પાપ " ન કીજીયે, (તો) પુન્ય કીધું સે વાર એ વાત દિલમાં કેરી રાખી કોઈ પણ પ્રકારની અનીતિ-પરવચનાદિકથી સદંતર દૂર રહેવું જોઈએ, અને સન્નીતિ આદરી સરલ વ્યવહારી થવું જોઇએ.
૩ ખાનપાનના સંબંધમાં સખાઈ સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. ૪ દેવ સમાન પવિત્ર બની શુદ્ધ દેવગુરૂની ઉપાસના કરવી જોઈએ.
For Private And Personal Use Only