SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા વિશ્વય એ ગાર પ્રકારના ધર્મશાન પિકી પ્રથમના . ધ્યાનનેદને સંપ્રાપ્ત કરી, તે શતા સમુદ્રના પારગામી મહાશય, ત્રીજા ભેદને અને પછી ચાળા ભેદને પામે છે. આવા ઢિ પ્રાપ્તિ અનુક્ર બતાવ્યું છે. ૨૬ તેમાં આજ્ઞાવિચય અને અપાયરિચય એ બે ભેદોનું સ્વરૂપ નિરૂપણ કરવા શાસ્ત્રકાર કહે છે आमवचनं प्रवचनं चाज्ञाविचयस्तदर्थनिर्णयनम् । आश्रयविकथागौरवपरीपहारिपायस्तु ।। २४७ ।। અર્થ-સર્વથા રાગદ્વેષરહિત એવા સર્વજ્ઞનાં વચન એ પ્રવચન તેના અર્થને નિર્ણય એ આજ્ઞાવિચય અને આધવ, વિઠ્યા, ગર્વ અને પરિસિહાદિકને વિષે અપાય દેખ કરીને અપાયવિચય જાણવું. ૨૪૭ * વિવેચન—જેના સમસ્ત રાગ દ્વેષ મહાદિ દોષો ક્ષીણનષ્ટ થઈ ગયા છે તે આમ કહેવાય. તેનાં વચન તે પ્રવચન-અસત્યાદિ કે શંકાદિ દેવરહિત જે દ્વાદશાંગી રૂપ આગામ-વીતરાગ વચન તેના અર્થ–પરમાર્થને નિર્ણય કરે એટલે કે સર્વજ્ઞ દેવે કરમાવેલી આજ્ઞાની ગવેષણ કરવી-અર્ધાતુ સર્વજ્ઞનાં વચન સર્વ આ અવારનો નિરોધ કરવા સમર્થ હોવાથી તે એકાન્ત હિતકારી અને નિર્દોષ છે એ ઉંડા ઉતરી નિર્ણય કરે તે આજ્ઞાવિય; અને મનવચન કાયાના શુભાશુભ વ્યાપાર રૂપ આવોસ્ત્રી, ભક્ત (ભોજન), ચાર અને દેશ સંબંધી વગર જરૂરી વાત તે વિકથા રસ, અદ્ધિ અને શાતા સંબંધી ત્રણ પ્રકારનાં ગૌરવ તેમજ સુધા, તુષાદિક પરિસહક આદિ શબ્દથી સમિતિ અને ગુપ્તિ રહિતપણું-એ સર્વ પ્રસંગોમાં વર્તતા જીવને આ ઢોક તથા પરલોકમાં (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં) પ્રાય: ઘણાં દુઃખ જાવી પડે છે. એમ ધમોથી ચિત્તવે તે અપાયવિચય નામે ધમયાન સમજવું. ૨૪૭. હવે ધર્મ ધ્યાનના ત્રીજા અને ચોથા લેકનું નિરૂપણ કરે છે – अशुभशुभकर्मपाकानुचिन्तनार्थी विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥ २४८ ।। અર્થ-શુભાશુભ કર્મના વિપાકનું અનુચિંતન કરવારૂપ વિપાક વિચય, અને દ્રવ્ય, ક્ષેત્ર, આકૃતિને વિચારવારૂપ સંસ્થાનવિય ધ્યાન સમજવું. ર૪૮ વિવેચન–અશુભ અને શુભ એમ બે કટીનાં કર્મ વર્તે છે. તેમાં વ્યાસી પ્રકારનાં અશુભ કર્મ અને કર પ્રકારનાં શુભ કર્મ તેને જે કટુક મધુરારિ રસવિપક-અનુભવ તેનું ચિત્તવન એટલે કે સંસારી જીવતાં અશુભ કર્મોને આ વિપાક અને શુભ કોને આવો વિપાક, એવી જે અન્વેષણા-વિચારણા તે વિપાક For Private And Personal Use Only
SR No.533385
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy