________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ (સરહસ્ય)
રૂ
હોય છે). આ સર્વવિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનેને હોય છે. તે પાળવામાં અને સમર્થ ગ્રહોને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સેવે મળીને બાર વ્રત કહ્યાં છે. ૧ બે કરણ ત્રણ જેગ, ૨ બે કરણ બે જેગ, ૩ બે કરણ એક જેગ, 4 એક કરણ ત્રણ જેગ, ૫ એક કરણ બે જોગ અને ૬ એક કરણ એક જોગ એમ થાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાઓ છછ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્વિક ત્રિક આદિ સંયોગો આથી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંધવડે યથોત્તર છ ગુણ થાય છે. (એક એક વ્રતમાં દ્વિક સંચગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે. આ પ્રમાણેની ભંગ સંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવ્રતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુકેલ:લાગે તેવો થઈ જવાના કારણથી લખેલ નથી.
પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂને એક કટાકેટી સાગરોપમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ થાય ત્યારે જીવ સમતિ પામે છે, તે સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિપણું પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણું પામે છે.
ઈતિ નવમ અધ્યાય
દશમે અધ્યાય. મરકત રત્ન અને પદ્યરાગ રત્નાદિક લોક પ્રસિદ્ધ રત્ન કરતાં વિશિષ્ટ ગુણવાલાં સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ રને કહેવાય છે.
પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નોનું મેક્ષ લક્ષણ ફળ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવું ફળ કહ્યું નથી. (તદાશ્રયી દષ્ટાંત કહે છે.) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શન –-સમકિત રહિત અંગારમદક અભવ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યા ધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રત્નો સંગાતેજ રહ્યા છતાં શોભા પામે છે. આગમ-સિદ્ધાન્તમાં કહ્યું છે કે “કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. ( અગ્નિથી બચવા ઈચ્છતાં છતાં) આંખે દેખો પાંગળ અને દેટ મારી જનારે આંધળે એ બંને બળી મૂવા.”
“જ્ઞાન અને ક્રિયા ઉભયના મેળાપથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. એકચકવડે રથ
For Private And Personal Use Only