________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજના રાસ ઉપરથી નીકળતો માર.
આવી અને પિતાના પતિ ચંદરાજાના પગ ધોઇને તે પાણી કુણી કનકજ ઉપર છાંટયું. એટલે તત્કાળ તેનો કુષ્ટ નાશ પામ્યું. દેવતાઓએ આકાશમાં ચંદરાજાને જય બેલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. કનકધ્વજ ચ દરાજાના પગમાં પડ્યો, સમાજનો સર્વ આશ્ચર્ય પામ્યા, અને સર્વત્ર ચંદરાજાનો યશ વિસ્તરી ગયો. પછી સિંહલનૃપને સત્કાર કરીને તેને પોતાના દેશ તરફ વિદાય કર્યો.
હવે એકદા મધ્ય રાત્રીએ ચંદરાજાને જાગૃત થતાં ગુણાવળી સાંભરી આવી. તે મનમાં વિચારવા લાગ્યા કે-“અહો ! હું તો અહીં આનંદમાં દિવસ વ્યતીત કરું છું, પણુ ગુણાવળીના દિવસો કેમ વ્યતીત થતા હશે? મેં તેનાથી કુકટપણે છુટા પડતાં વચન આપ્યું છે કે જે હું મનુષ્યપણું પામીશ તે પ્રથમ જોગવાઈએ તરત તને મળીશ; તે વાત તે હું અહીં પ્રેમલાલચ્છીના પ્રેમમાં લીન થવાથી ભૂલી ગધે, પણ હવે તો કઈ પ્રકારે સત્વર તેને મળું તાજ મારું વચન રહે. કેમકે જે શુદ્ધ અંત:કરણથી ચહાતું હોય તેને ચહાવું એ જગતને ધર્મ છે, માટે આ ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી મારે તેને ભૂલી જવી ઘટતી નથી.” આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં પ્રાતઃાકળ થયે, એટલે નિત્ય કર્મથી પરવારી એક લેખ લખીને સેવકને આપે અને તેને આભાપુરી મોકલતાં આ પ્રમાણે કહ્યું કે
આ કાગળ તું એકાંને ગુણાવળીને આપજે, અને તારા આવ્યાની ખબર કેઈને પડવા દઈશ નહીં. કારણકે મારી અપરમાલા વીમતી ઘણી આકળા સ્વભાવવાળી છે તેથી કાંઈ વિપરીત કરશે. તું ગુણાવળી પાસે જઈને તેને મારા તરફથી કુશળ પૂછજે અને કહેજે કે તમે નિશ્ચિંત રહેજે. હવે થોડા દિવસમાં આપણે આ નંદપૂર્વક એકઠા મળશું, આભાપુરીનું રાજય આનંદથી કરશું અને દુર્જને આંખ ચાળતા રહેશે. અહીં સૂર્યકુંડના પ્રભાવથી મને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, હું અહીં આનંદથી રહું છું, પણ તમને વારંવાર સંભારું છું. તમે સાસુની શિખામણે ચાલી રખે મને ભૂલી જતા નહીં. પરદેશના ગુલાબના કુલ કરતાં પણ સ્વદેશને કાંટો વહાલો લાગે છે. હવે અમારે તમારે મળવામાં કાંઈ આંટી રહી નથી. અમને અહીં પરમ આનંદ છે પરંતુ તમારાં અમૃતમય વચને સાંભળવાની ઘણી હોંશ થાય છે. જે દિવસે તમને મળશું તે દિવસને લેખે ગણશું અને મનની સર્વ વાત તે વખતે ખુલાસાથી કરશુ. કા કાગળમાં કેટલું લખી શકાય તેવી વધારે લખ્યું નથી.” આ પ્રમાણે સમજાવીને સેવકને આભાપુરી તરફ વિદાય કર્યો.
- સેવક અનુક્રમે આભાપુરી પહોંચ્યા. નગરી જોઈને તે બહુજ ખુશી . પછી પ્રચ્છન રીતે મંત્રીને ઘરે ગયે અને તેના પરનો લેખ આપે. મંત્રી તે વાંચીને બહુજ પ્રસન્ન થયે, તે ગુણાવળી પાસે તેને એકાંતે લઈ ગયે. તેણે ગુણાવીને હાહાથ પત્ર આપ્યું. તે વાંચીને એટલી બધી હર્ષિત થઈ કે તેના
For Private And Personal Use Only