________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ. चंदराजाना रासउपरथी नीकळतो सार.
( અનુસંધાન પૃષ્ઠ ૩પ૯ થી)
પ્રકરણ ૨૪ મું. કારાગૃહમાંથી તેડાવેલા સિંહલરાજા વિગેરે રાજસભામાં આવ્યા એટલે તેના ઉપર કોપાયમાન થઈને મકરવજ રાજા. બે કે-“અરે ! દુષ્ટો ! તમે આ શું કર્યું ? રે સિંહલરાજા ! તે રાજપુત્ર થઈને આવું અપકૃત્ય કરી મારી સાથે શામાટે વેર વસાવ્યું ? તેં સુતા સિંહને પિતાના વિનાશ માટે જગાડ! તારે તો હસવું થયું પણ તેમાં મારી પુત્રીને તે પ્રાણ જવાને વખત આવ્યો ! તેં પ્રથમ મને ઠગે એટલું જ નહીં પણ પાછળથી મારી પુત્રી ઉપર અઘટતું કલંક મૂકતાં પણ ડે નહીં. તારી મીઠાશની શી વાત કરૂ ? આવું કૃત્ય કરવાથી હું ધારું છું કે તારું આયુષ્ય અ૫ રહ્યું છે, તું વધારે વખત જીવવાનેજ નથી. વળી તારી જેવા અધમનું અને તારા અધમ સલાહકારનું મુખ જેવું તે પણ યુક્ત નથી.”
આ પ્રમાણે કહી તેને અત્યંત તીરસ્કાર કરીને તરતજ વધ કરનારા પુરૂષોને બોલાવી રાજાએ પાંચ જણને વધ કરવા માટે તેને સેંપી દીધા. તેઓ તે Rાના બચાવમાં એક અક્ષરને પણ ઉચ્ચાર કરી શક્યા નહીં. પરંતુ તે વઅને પરમ ઉપકારી ચંદરાજા ઉભા થયા અને બોલ્યા કે–“રાજન ! આ પાંચે આપણે શરણે આવેલા છે, તેના પ્રાણ લેવા તે આપને ઘટતા નથી. કારણકે
હું કરનારનું ભુડું કરવામાં આવે તે પછી ભૂંડામાં ને રૂડામાં ફેર શો ?” કરી એને તે આપણા ઉપકારી ગણવા જોઈએ, કારયુકે એના નિમિત્તે આ
ને સંબંધ જોડાયે. તેમજ “ગુણુ ઉપર ગુણ કરનાર તે જગતમાં હોય છે, પર અવગુણ ઉપર ગુણ એજ ખરા સજજનનો આદર્શ છે.” વળી એને ઉગારવાથી જગતમાં આપના યશની ઘણી વૃદ્ધિ થશે અને કદી આપ એમ ધારતા હો કે “ આવા ગુનેગારને પિતાને ગુcો સમજાવા જોઈએ તો એને માથે પાનું થયું છે, સમજો તો આટલું ઓછું નથી. હવે પછી આવું અકૃત્ય એઓ માહી કરે. વળી જ્યાં તમારી પુત્રીના કર્મનો દોષ ત્યાં એ તે માત્ર નિમિત્તભૂત છે. એ બીજું શું કરી શકે? વળી એને પુત્ર કુદી હોવાથી પણ એ દયાપાત્ર છે.”
આ પ્રમાણે અસરકારક રીતે કહેવાથી ચંદરાજાનું વચન મકરધ્વજ રાજા તે પી શક્યા નહીં. એટલે જેણે પુત્રીના દાયરામાં આપ્યા હોય તેમ તે ને બંધનથી મુક્ત કરાવી છોડી દીધા. તે વખતે પિતાના પતિની પરીક્ષા દેખાડવા માટે પ્રેમલાલછી સભામાં
For Private And Personal Use Only