________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધર્મ પ્રકાર.
मन स्थिर केम थाय ? (તેના સંભવિત ઉપાયો.)
(અનુસંધાન પૃષ્ઠ ૧૦૪ થી ) અશુભમાંથી શુભમાં અને તે શુદ્ધમાં આવવું એવો વિચાર ઉપર દર્શાવ્યો, છે એમાં જરા આગળ વધીએ.
મનને સંગીત સાંભળવાની ઈચ્છા થાય તો તેને ગારિક સંગીત ન સભા લાવતાં પ્રભુભક્તિનાં વૈરાગ્યપાદક પદે સંભળાવવાં. આથી તેની ઈચ્છાને તુષ્ટિ મળશે, તે સમાગે વળશે, પ્રેરાશે અને ધાંધલ તથા અનર્થ કરતું અટકશે.
વરઘોડો જોવાની ઈચ્છા થાય તો લગ્નના વરઘેડાને બદલે દીક્ષા અથવા અન્ય ધમાં નિમિત્તના વરઘોડા દેખાડવા. આથી તે શાંત થઈ જશે.
મિષ્ટાન્ન ખાવાની ઇચ્છા થાય તે જ્ઞાતિજનમાં ન જમાડતાં સાધર્મિક વાત્સલ્યની જમણવારો જમાડવી. જેથી તેની ભાવના ફરી જશે, જરૂર જેટલું જ ભાજનમાં લેશે, બગાડ નહિ કરશે અને સાધર્મિક બધુઓનો સમૂહ તથા તેમની ચતી ભકિત જોઈ તેને પ્રમોદ થશે, તેની અનુમોદના કરશે અને એ રીતે હાનિ મેળવવાને બદલે લાભ મેળવશે.
મુસાફરી કરી નવા નવા શહેરો જોવાની ઇચ્છા થાય તો તેને યાત્રાએ કરાવવી. જેથી તેની ઇચ્છા પરિપૂર્ણ થશે પણ તેનું મુખ્ય લક્ષણ યાત્રાઓમાં રહેશે તેથી અનેકધા પુન્ય ઉપાર્જન કરશે અને કર્મની નિર્જરા કરશે તે એવું ભેળું છે કે તેને બીજી બાબતમાં દોરી જવાથી એમ સ્મૃતિમાં નહિ રહે કે “મારી મુખ્ય ઈચ્છા તે બીજી હતી અને આ તો તૃપ્તિનું બીજું સાધન છે.
નવલ કથા વાંચવાની ઈચ્છા થાય તે તેને શુંગારપષક, અનીતિવર્ધક કથાઓ નહિ વંચાવતાં નીતિવર્ધક, હૃદય બળપષક અને નિર્દોષ આનંદ મેલા પક કથાઓ વંચાવવી, જેથી તે પિતે બગડવાને બદલે સુધરશે અને તેની ઈચ્છા પણ તૃપ્ત થશે.
કેઈ એકાંત ઉચ્ચ પ્રદેશમાં રહી સૃષ્ટિ સંદર્યને થોડા દિવસ આનંદ અને અનુભવ લેવા ઈચ્છા થાય તે માથેરાન અથવા મહાબલેશ્વર જેવાં સ્થળે તેને ન લઈ જતાં આબુ જેવાં તીર્થ સ્થળે લઈ જવું, જેથી તેની ઈચ્છાને ભક્ષ મળશે અને એક પથ સાધવા જતાં બે કાર્ય સધાશે.
ર..કે એજ રમવાની ઈચ્છા થાય તે તેન રમવા માટે રાજી આપવી. જેથી તે ચોપાટ કે સેવ્રજનું લીધેલું વહન (ન) ભૂલી જશે અને સમજણપૂર્વક શાનબાજીમાં રમતા કરવાથી કોઈ નુતન બોધ મેળવશે.
For Private And Personal Use Only