________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રામપરથી નૌકળતે સાર,
ઉંચા વંશપર ચઢીને અનેક પ્રકારના ખેલ કરશે.” રાજા આ પ્રમાણે વાત કરી છે તેવામાં નગરના લેકના તાંજ શિવમાળા વંશપર ચઢી ગઈ અને ત્યાં જઈને અનેક પ્રકારના આસનો કરી બતાવ્યા. એમ કેટલીક વાર વંશપર નૃત્ય કરી પછી દેરે દરે નવા નવા પ્રકારે ખેલ કરતી નીચે ઉતરીને રાજા પાસે આવી તેણે પ્રણામ કર્યા. રાજા અને નગરના લેક બહુજ પ્રસન્ન થયા. રાજાએ પ્રસન્ન થઈને પુષ્કળ દાન આપ્યું. નગર લોકોએ પણ વસ્ત્રાદિકની વૃદ્ધિ કરી જેથી ત્યાં મેટો ઢગલે થયે.
એવામાં પાંજરામાં રહેલા કુકટે પ્રેમલાને દીઠી. એટલે તરત જ તેને ઓળખી. તે મનમાં ઘણે ખુશી થયો. તેણે માન્યું કે સોળ વરસે મેં આજે મારી સ્ત્રીને દીઠી. કુકુવા અપદ હોવાથી દૂર રહેલા મળી શકતા નથી, પણ મનુષ્ય સપs હાવાથી ગમે તેટલું અંતર પડયું હોય તે પણ મળે છે. કુર્કટ વિચારે છે કે “શું કરું? હું અત્યારે પંખીપણામાં છું, નહીં તે આનંદ વધામણા કરત. મારી માતા કરેડ વરસ જીવજે કે તેણે મને કુકડો કર્યો, નહીં તે પછી અહીં શી રીતે આવત? ને મારી પ્રિયાને મળત? વળી આ નાનું પણ કલ્યાણ થશે કે જે મને અહીં સુધી લાવ્યા અને સર્વત્ર મારો યશ બોલ્યા આજ સવારે મેં કઈ પુરશાળીનું મુખ જોયું હશે કે જેથી મને મારી સ્ત્રીને દીર્ધકાળે પણ મેળે થયો. આજનો દિવસ પણ ધન્ય છે કે જ્યાં સાગના અંકુર ઉગ્યા અને વિરહ પણ નાશ પામ્યું. હવે જે આ નટ પાસેથી લઈને પ્રેમલા મને પિતાની પાસે રાખે તે જરૂર હ પંખી ટળીને પુરૂષ થાઉં અને મારા મરથ બધા સફળ થાય; પણ જે શિવાળા મને એને આપે તે એ બધી વાત ઠીક થાય.
આ પ્રમાણે કુર્કટ વિચારે છે તેવામાં પ્રેમલાએ પાંજરા સામું જોયું અને નટેને તેમાં રહેલા કુકડાની સલામ કરતા દીઠા, એટલે તે મનમાં આશ્ચર્ય પામી. તેણે નિહાળીને કુકડાની સામું જોયું એટલે કુકડે પણ જોયું. બંનેની દ્રષ્ટિ મળી અને જેમ ધ્યાનની તાળી લાગી હોય એમ એકાગ્રતા થઈ ગઈ.
આ પ્રમાણે તે બંનેને નેત્ર મેળાપ થયો છે. હવે પુરયના પસાયથી આગળ પતિપ્રેમદાને મેળાપ થશે, ચંદરાજ ઘણું દ્ધિસિદ્ધિ પામશે અને ચંદ્ર કરતાં પણ નિર્મળ તેની કીર્તિ વૃદ્ધિ પામશે. આ બધું આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું, જેથી એ દંપતીનું વિયોગ દુઃખ નાશ પામેલું વાંચી આપણું અંતઃકરણ પણ રાજી થશે. હાલ તો આ પ્રકરણમાંથી જે સાર ગ્રહણ કરવાને છે તે વિચારી તેમાંથી હૃદયમાં ધારણ કરવા ચોગ્ય હોય તે કરી લઈએ.
પ્રકરણ ૨૦ માનો સાર. આ પ્રકરણના પ્રારંભમાં લીલાવતી ને અંદરાજા (કુકડા) નો આલાપ સંતાપ વિસ્તારથી વર્ણવવામાં આવે છે. તેના પરથી સાર એ લેવાને છે કે-કોઈપણ
For Private And Personal Use Only