SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હંસ નામે રાજા એક મહિને પહોંચી શકાય એવા અને પવનવડે રમણીય એવા રત્નકંગ નામના પર્વત પર જ પોતાના પૂર્વજોએ સ્થાપન કરેલા ચિત્યને વિશે ચેત્રી પુનમને દિવસે યાત્રા કરીને ઉત્સવ કરવા અને શ્રી ભદેવ સ્વામીને વાંદવા છેડા પરિવાર સહિત ચાલ્યું. તે અર્થ માગે પહોંચે એટલામાં પાછવાથી તેને દૂત અત્યંત ત્વરાથી આવ્યું, અને તેણે અત્યંત વ્યગ્રપણે જણાવ્યું કે “હ રાજા! તમે યાત્રા માટે પ્રયાણ કયાં પછી દશમે દિવસે અર્જુન નામને સીમાડાને રાજ કે જે તમારે શત્રુ છે, તે આપણા રાજ્યપર ચઢી આવ્યું છે. તેણે સર્વ મનુષ્યને ત્રાસ પમાડી કાઢી મૂક્યા છે, શસ્ત્રધારીઓને મારી નાંખ્યા છે અને પ્રજાને, હાથીઓ અને અસહિત રાજપુર નગર કબજે કર્યું છે. પછી ભયથી આતુર થયેલા સમગ્ર પરિજનને અભયદાન આપવાવડે આનંદ પમાડીને રાજસિંહાસન પર બેસી તેણે પિતાની આજ્ઞા પ્રવર્તાવી છે. અન્ય સ્થાનમાં સંતાઈને રહેલા સુમંત્ર નામના મંત્રીએ આ ખબર આપવા મને તમારી પાસે મોકલ્યો છે. હવે જેમ એગ્ય લાગે તેમ કરે.” તે સાંભળીને પાસે રહેલા સુભટો ભ્રકુટી ચાવીને રાજા પ્રત્યે બોલ્યા કે – “હે ધનુર્ધારી સ્વામી ! આપણે અહીંથી પાછા વળીયે. આપની સામે યે શત્રુ ફરકી શકે તેમ છે ? ” આ પ્રમાણે સાંભળીને દાંતની કાંતિરૂપી પુપિવડે ઉજાસ્થળની પૂજા કરે ( હદય સામું જો) અને જેનું મુખ કિંચિત પણ મલિનતાને પામ્યું નથી એ તે રાજા કંપ્યા વિના જ તેઓ પ્રત્યે બે કે –“સંપત્તિઓ અને વિપત્તિઓ પૂર્વ કર્મના વશથી જ પ્રાપ્ત થાય છે, માટે તે ( સંપત્તિ અથવા વિપત્તિ) ની પ્રાપ્તિમાં હર્ષ અથવા વિષાદ કરે. તે મૂઠ માણસનું કામ છે. અત્યારે મોટા પુણ્યથી પામી શકાય એવા જિન યાત્રાના ઉત્તમ ઉદ્યમને છેડીને ભાગ્યથી પામી શકાય એવા રાજ્યને માટે પાછા વળવું તે ચુક્ત નથી, તેથી હે ઉજવલ દષ્ટિવાળા સુભટો ! આ યાત્રાને સંપૂર્ણ કર્યા વિના હું પાછો વળીશ નહીં. કેમકે આરંભેલા સત્કાર્યને વિશ આવવાથી તજવું તે અધમ (નીચ) નું ચેષ્ઠિત ગણાય છે. ” એમ કહીને શત્રુના સંન્યસમૂહને કંપાવનાર રાજાએ પિતાના અશ્વને આગળ ચલાવ્યું. પરંતુ તેના પરિવારના માણસેએ પિતપોતાના માણસની સંભાળ લેવાની ઈચ્છાથી રાજાને છેડી દીધે ને પાછા વળ્યા. જેમ જેમ તે (રાજા) પરિવાર જનથી મુક્ત થ ગમે તેમ તેમ “યાત્રા કરવાથી ઉત્પન્ન થતા પુણ્યના ભાગીદારો ઓછા થતા જાય છે તે ઠીક થાય છે.” એમ ધારી તે આનંદ પામવા લાગ્યા. અનુકમે સર્વ જનોથી મુકાયેલે રાજા માત્ર એક છત્રધારકથી યુક્ત રહ્યા. આગળ ચાલતાં તે રાજ માર્ગમાં ભૂલ પડવાથી કોઈ મહા અરણ્યમાં વી રા. એટલે તે વિચાર કર્યો કે- “ આ મારા દર વજે, ઉત્તમ For Private And Personal Use Only
SR No.533334
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy