________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ ખાતે મળેલ શ્રી સંધને મહાન મેળાવડે. ૩૨ આપણે તેવા ઠરાવપર શી રીતે આવી શકીએ? આ સંબંધમાં આજ સુધીમાં ઘણું છપાયું છે, લખાયું છે, બેલાયું છે, કહેવાયું છે, પરંતુ તેના પરિણામ તરીકે જ્યારે અત્યારે કોઈ પણ માગણે આપણી પાસે રજુ થતી નથી ત્યારે એમ માની શકાય છે કે અહીંના પ્રતિનિધિ સાહેબોએ કરેલું કામ પૂર્ણ સંતોષકારક છે એમ આખો શ્રી સંઘ નિર્વિવાદપણે માને છે તેથી આપણે અહીં ખાતેજ પેઢી કાયમ રાખવાના વિચાર પર આવવું તે યોગ્ય છે, અને તેજ સજાવર છે. તેથી આજ સુધી અહીંના જે પ્રતિનિધિ સાહેબેએ ઘણું સંતોષકારક કામ કર્યું છે તે ખાતે તેમનો આભાર માનવાની આપણી ખાસ ફરજ છે; કારણ કે અત્યાર સુધીમાં તેઓ સાહેબે તન, મન, ધનના ભાગે કામ કર્યું છે તેને લાભ, તેનું માન તેઓ પતે લેવા નથી, લેવા માગતા નથી, પરંતુ તેઓ શુદ્ધ અંતઃકરણથી એમજ કહે છે કે અમે જે કાંઈ કરી શક્યા છીએ તે અમારા બળથી નહીં, પરંતુ શ્રી સંઘની સહાયથી, તેમની મદદથી અને તેમની હુંફથી કરી શક્યા છીએ એટલે તેઓ કામ કરીને પાન આપણને આપે છે, ત્યારે આપણે તેમને માન આપવું જ જોઈએ. તે પણ એટલા માટે નહીં કે તેઓની ઉલટ વૃદ્ધિમાન થાય; પરંતુ આવી રીતે કામ કરનારની શ્રી સંઘ તરફથી કદર બુજવામાં આવે છે તેવું જાહેરમાં આવવાથી તેમનો તેમજ હવે પછી જે કામ કરવાની શક્તિ કે ઉલટ ધરાવતા હોય તેમને ઉલ્લાસ વૃદ્ધિમાન થાય. સબબ એઓ સાહેબનો આભાર માનવા સાથે આપણે વિનંતિ શા માટે ન કરવી કે તેઓ સાહેબે જ જેવી રીતે આજ સુધી કામ કર્યું છે તેવી જ રીતે પૂરતા ઉત્સાહથી અને શ્રી સંઘને પૂર્ણ સંતોષ મળે તેવી રીતે કામ કરવું. આવા વિચારથી હું દરખાસ્ત કરું છું કે “શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે તે ત્યાંજ કાયમ રાખવી.”
આ સંબંધમાં અભિપ્રાય આપતાં પહેલાં અભિપ્રાય આપનાર ગૃહસ્થને હું વિનંતિ કરું છું કે પોતે જે અભિપ્રાય આપ તે તેનું પરિણામ વિચારીને જ આપ, આપણે જે અભિપ્રાય આપીએ તેનું પરિણામ જો શૂન્યમાં આવવાનું લાગે છે તેવો અભિપ્રાય શા માટે આપવા ? સબબ મારી કહેલી તમામ હકીકત ધ્યાનમાં લઈને આપ સાહેબે પાતપિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપશે. પરંતુ હું આશા રાખું છું કે આપ સર્વ મારા વિચારને મળતા જ થશે. આટલું બોલીને આપને બહાર વખત ન રેહનાં હ બેસી જવાની રજા લઉં છું.
આ દરખાસ્તને શેઠ કલ્યાણચંદ શેભાગ્યચંદ જૈન કન્ફન્સના રેસડેન્ટ જનરલ સેક્રેટરીએ, દાદર બાપુશા એવલાકરે, રતલામવાળા ગાંધી વરધીચંદજી, સુરતવાળા શા. રતનચંદ ખીમચંદે અને બીજા ઘણા
For Private And Personal Use Only