________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.
રૂટ પ્રભ નામે વિદ્યાધર રાજા છે. તેને ચંદ્રલેખા નામે સ્ત્રી છે. રાત્રિદિવસ ગુખ વિલાસ કરે છે. તમામ વિદ્યાધરોને પોતાની આજ્ઞાને આધીન બનાવી દીધા છે. અદા ગુરુ મહારાજ પાસેથી યાત્રાદિકનો અધિકાર સાંભળી યાત્રા કરીને આજ રાત્રીએ આભા નગરી ઉપર આવ્યા. તે વખતે વરસાદ થવાથી બહુ પવન નીકળે એટલે તેનું વિમાન ભંભાણું–ચાલી શકયું નહીં. એટલે વિદ્યાધરીએ પૂછ્યું કે
હે સ્વામી ! આજે અહીં અકાળે વૃષ્ટિ કેમ થઈ અને આપણું વિમાન કેમ થંભાણું?” વિદ્યાધર કહે-“એ વાત કહેવાની નથી. આપણે પારકી વાત કરવામાં નફે શે ? ” એટલે તે વિદ્યાધરીએ હઠ લીધો કે જરૂર કહોને કહે.” એટલે વિદ્યારે તેનાથી થાકીને કહ્યું કે- આ આભાપુરી ઉપર કોઈ દેવતા રૂખમાન થયું છે, તેણે રાજાને પરિતાપ ઉપજાવવા આ વૃષ્ટિ કરી છે-અને રાજાના પુણ્ય પ્રતાપથી આપણું વિમાન ભંભાણું છે. ” ત્યારે ખેચરી બોલી કે “ કેઈ ઉપાય છે કે જેથી એ રાજાને કાંઈ અડચણ ન આવે. જે એવું સામર્થ્ય હોય તે પરોપકાર કરવા ગ્ય છે. ” વિદ્યાધર કહે કે “ મારાથી તો શું થઈ શકે પણ એક ઉપાય જાણું છું તે જે તેની વિમાતા કરે તે રાજા ઉગરે અને વિક્ર વિસરળ થઈ જાય. ” પછી વિદ્યાધરી પિતાને સ્વામીને લઈને તમારી માતા પાસે આવી અને કહ્યું કે “હે માતા ! તમારા પુત્રના હિતને ઉપાય મારા પતિ કહે તે સાંભળે ? વિધાધરે કહ્યું કે પવિત્ર સ્થાનકે શ્રી શાંતિનાથજીના મહા મંગળમય બિંબનું સ્થાપન કરીને તેની પાસે પંચ દિપક કરી તમે, રાજની રાણું અને મારી પત્ની આખી રાત્રી પ્રભુને ગુણ ગાનવડે રાત્રિ જાગરણ કરે અને પ્રભાત થાય ત્યારે આ કંબા લઈને તમારા પુત્રને અડાડજો કે જેથી તે સજજ થઈ જશે અને વિદ્યા માત્ર નાશ પામશે. ' વિદ્યારે આ પ્રમાણે કહેવાથી આપની વિમાતાએ મને બોલાવી અને અમે આખી રાત્રી વિદ્યાધરે કહ્યા પ્રમાણે જિન ગુણ ગાનમાં વ્યતિત કરી. પછી કંબાવડે મેં આપને જગાડ્યા અને તે વિદ્યાધર વસ્થાનકે ગયે. આ પ્રમાણેની અમારી રાત્રી સંબંધી હકીકત છે.”
ચતુર ચંદરાજાએ તે બધી વાત સાંભળી લઈને કહ્યું કે-“તમે સાચેસાચી વાત કરી. પતિવ્રતા સ્ત્રીને એ ધર્મ જ છે કે–પતિના હિતમાં તત્પર રહેવું-પતિને માટે સ્ત્રી અમુલ્ય પણ કરે, સુકૃત્ય તે વિશેષે કરે. સ્ત્રી નિરંતર પતિની ભક્તિવાળીજ હોય અને માતા તા પુત્રનું હિત કરે તેમાં નવાઇજ શી? તમે મારે માટે આખી રાત્રીનો ઉજાગર કર્યો તે મટી મહેરબાની કરી. મારી તમારી સાચી પ્રીતિમાં એ ઘટેજ છે પણ મને એમ લાગે છે કે તમે જૂઠું કહે છે. બાકી જે તમે જૂઠું કહે તો કાગળ કાળા થઈ જવા જોઈએ અને સમુદ્ર ખારે થઈ જ જોઈએ. તમે મારે માટે આખી રાત ઉજાગરા ન કરો
For Private And Personal Use Only