________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રેજી ચૌદ મહા મુદ્દા લેખાનુ' વિવેચન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
રાખે છે અને સર્વ જીવ-જતુએને પેતાના પ્રાણસમાન લેખે છે તેજ ખરા જ્ઞાનીવિવેકવત છે ’ એમ સાન્ઝે. મતલબ કે ખરા શાણા તેમનેજ લેખવા જોઇએ કે જે સર્જનો પોતાની જનની-માતાની પર પૂત્ય બુદ્ધિથી અનેરી કોઇ પણ પરાઇ સીને લેખે છે--તેના તરફ ગમે તેવે પ્રસંગે પણ કશી કુબુદ્ધિ નહિ કરતાં પેાતાની માતાજ જાણે તે હોય તેમ વર્તે છે. જેવી રીતે માર્ગમાં પડેલા પથ્થરની ઉપેક્ષા કરી સહુ કોઇ સંભાળ રાખી સહુ સહુના માર્ગે સંચરે છે તેમ શાણા—નીતિમાન્ સદ્દગૃહસ્થે પણ પર દ્રને પથ્થર સમાન ઉપેક્ષા પાત્ર ગણી તેની કશી તમા રાખતા નથી. યથાપ્રાપ્તમાં તેએ સતોષ ધારી રહે છે, અને અનીતિથી પ્રાપ્ત થતા પરાયા દ્રવ્યને કેવળ અનરૂપ સમજે છે, જેથી તેને સદ ંતર પિરહાર કરે છે. વળી સર્વ જીવેને સુખ દુઃખની લાગણી સરખી હોય છે, એમ સમજી સહુ કોઇને આત્મસમાન લેખી કેાઈ જીવને કોઇ રીતે પરિતાપ ન ઉપજે એવી શુભ પ્રવૃત્તિ સજ્જન પુરૂષ સ્વતઃ કરે છે. તે સહુના ભલામાંજ રાજી હાય છે, કદાપિ કોઇના પણ થૂરામાં રાજી હોતા જ નથી. આવા ઉત્તમ પુરૂષોનુ જ જાણપણું લેખે છે. બાકી તથાપ્રકારની રહેણી-કરણી વગરની કેવળ લુખી કથની તે ગમે તેટલી કરવામાં આવે તેથી કંઇ પણ તત્ત્વથી હિત થવું સંભવતું નથી. એમ સમજીને આપણુ સહુ કેઇએ જેમ સ્વપર હિત સિદ્ધ થાય તેમ વવા કાળજી રાખી તેવીજ ઉત્તમ રહેણી-કરણી આદરવી અતિ આવશ્યક છે. • કાર્યાગ્રહ, કે
૪ જે કઈ કરવા
ચેાગ્ય કાર્ય આજે જ કરી શકાય એવુ' હાય તે કદાપિ પણુ કાલ ઉપર છેડી દેતા નહિ. કારણ કે જે કાર્ય આપણે ધારિચે તેા ખુશીથી આજે જ આદરી પાર મૂકી શકાય, તેને કાલ ઉપર કરવાનું રાખી મૂકવામાં આવે છે તે પ્રાયઃ તે કાર્ય વિલંબથી કરવા જતાં કેઇક વિઘ્ન આવીને ખડાં થાય છે, અને તે વિઘ્નાના વૃંદને હડાવવા જતાં મૂળગુ કા વધારેને વધારે વલંબમાં પડતુ જાય છે અને એવા અનિષ્ટ સયેગા મળતાં કદાચ મનમાં કરવા ધારેલું કાર્ય સમૂળગું રહી જ ાય છે, અને પોતે પહેલે જ દિવસે તે કાર્ય પ્રમાદ તજીને કેમ ન કર્યુ ? તે વાત વારંવાર યાદ કરીને પશ્ચાત્તાપ જ કરવાને રહે છે. એમ સમજી શ્રેયકારી કાર્ય કરવાનો મનારથ થતાંજ તેને સિદ્ધ કરી લેવા મળેલી અમૂલ્ય તક કદાપિ નહિ ગુમાવી દેતાં તેને જેમ બને તેમ જલદી હાથ ધરવી જ ઉચિત છે, કહ્યું પણ છે કેઃ—
“ શ્રેયાંસ યદુ વિજ્ઞાનિ, માયરા મતામાંપે ! अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥ "
For Private And Personal Use Only