________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવરની કથા.
અડત્માવાળા તે ચતુર મુનિએ શમતારૂપી અમૃતસમુદ્રના કલેલના બિંદુ જેવી વચનશ્રેણીવડે તેમને કહ્યું કે– મેં આજે રાત્રિના આરંભમાં જ ધ્યાન આરંભ કર્યો છે, અને તે હમણાં જ આરંભ થયો છે, છતાં હમણું જ આ તીક્ષણ કિરણવાળે સૂર્ય પણ આકાશમાં ચઢયે જણાય છે, તેથી આ સૂર્યને ઉદય સત્ય છે કે અસત્ય છે? એ પ્રમાણે સદેહરૂપી દલા ( હીંચકા ) થી મારું મન આ થયું છે, તેથી હું અને ગ્રહણ કરીશ નહીં. આ જીવે અજ્ઞાત ભવેને વિષે પૂર્વે પર્વતથી અધિક આહાર તથા સમુદ્રથી પણ અધિક જળ અહેનિશ ગ્રહણ કર્યું છે, તેનાથી પણ જ્યારે આ મારે આત્મા તૃપ્ત થયો નથી, તે આજે દિવસને સંય છતાં પણ આ અન્ન ગ્રહણ કરવાથી શી રીતે તૃપ્ત થશે?”, એ પ્રમાણે કહીને તપના વીર્ય વડે શ્રેષ્ઠ, ધીરતામાં ધુરંધર અને શુદ્ધ શ્રદ્ધાળુ મનવાળા તે મુનિ ધ્યાનમાં તલ્લીન થયા. તેવામાં તે તે ગાડાની શ્રેણી કે તે સૂર્ય કાંઈ પણ રહ્યું નહીં. માત્ર મુનિએ ખરેખરી રાત્રિ જ જોઈ. તે જ વખતે દૂર આકાશમાં દુંદુભીને નાદ થયે, અને શુદ્ધ ગંદકથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ થઈ. તરતજ જેના ઉજ્વળ દેદીપ્યમાન માણિક્યના કુંડળે લીલાથી ચંચળ હતા, જેણે મુખરૂપી ચંદ્રમાંથી ઝરતા અમૃતના બિંદુથી શોભતા હારને ધારણ કર્યો હ, તથા જેણે પિતાના મસ્તક પર બે હાથ રાખી મુગુટને દ્વિગુણ કર્યો હતો, એ કોઈ દેવ પાપનો નાશ કરનારા તે મુનિ પાસે આવીને તેમને નમ્યો, અને બોલ્યો કે– પ્રઢ જ્ઞાનવડે શુદ્ધ થયેલા છે તપના નિધિ પ્રભુ! આપ
જ્ય પામો. મેં પાપીએ આપના સત્ત્વને ત્યાગ કરાવવા પ્રયત્ન કર્યો પણ ત્યાગ કરી શકાય નહીં. એકદા સુધમાં સભાને વિષે બેઠેલા ધર્મિષ્ટ આત્માવાળા અને હર્ષિત મનવાળા ઇંદ્ર અકસ્માત માંચિત થઈને પિતાના મસ્તક પર બે હાથ જોડ્યા. તે જોઈને અંબર નામના દેવતાએ પૂછયું કે—હે સ્વામી! આપને આજે આટલે બધે હર્ષ કેમ ? ” ત્યારે સંધર્મેદ્ર બેલ્યા કે-“હાલમાં પૃથ્વતીને પવિત્ર કરનાર કોઈ તપસ્વી પુરૂષ છે કે નહીં? એ મને વિચાર થવાથી મેં હમણું ભક્ત ક્ષેત્રમાં હૃદયરૂપી નેત્ર (જ્ઞાન ચક્ષુ) વડે જોયું. તે ત્યાં તેજના સમૂહરૂપ સૂર્યની જેમ તપના સમૂહરૂપ અને પૃથ્વીના અલંકારરૂપ સંવર નામના મુનિચંદ્રને જોયા. સમગ્ર વિશ્વને વંદન કરવા એગ્ય તે મુનિની દુકર તપમાં દઢતા જોઈને મને સર્વ કલેશને નાશ કરનારે મહા હર્ષ ને આવેશ ઉત્પન્ન થશે. અને તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા આ મુનિને કઈ પણ ચળાવી શકે તેમ નથી એમ જાણીને અત્યંત હર્ષને લીધે મેં તેમને પ્રણામ યા. ” આ પ્રમાણે ઈંદ્રનું વચન સાંભળીને તે અબર નામને ઇંદ્રને સામાનિક
For Private And Personal Use Only