SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ક્ષેત્રની અંદર ૩૨૦૦૦ દેશ છે, તેમાં માત્ર રપ દેશ આર્ય છે, બીજા અનાર્ય છે. ભરત ક્ષેત્રના છ ખંડ પૈકી દક્ષિણ બાજુના મધ્ય ખંડમાં પૂર્વ બાજુને પ્રદેશ ઘણે રળિયામણા છે. સૂર્ય ચંદ્ર પણ ત્યાંથી ઉદય પામે છે. ચંદ્રમા તે પ્રદેશમાં સંચરે છે ત્યારેજ સેળ કળાવાળો થાય છે. ગંગા નામની પવિત્ર ગણુની મહાનદી પણ તે દેશમાંજ સંચરેલી છે. તે દેશના મધ્ય ભાગમાં આભાપુરીનામની એક નગરી છે. પણ તે એવી સુશોભિત છે કે લંકાને અલકા પણ તેનાથી લજજા પામે છે. આભાપુરી ચોરાશી ચાટાવાળી છે. તેની ફરતે ઉો કિલે છે. ઉત્તમ જને તેમાં આવીને વસેલા છે. દાનેશ્વરીઓ પણ ઘણું છે. પણ તે દેખાતા જ નથી. વ્યા પારીઓ ધનવાન છે, સ્ત્રીઓ રૂપવતી છે અને અનેક જિનમંદિરાદિકથી તે નગરી વ્યાપ્ત છે. તે નગરીમાં વીરસેન નામે રાજા રાજ્ય કરે છે. તેને વીરમતિ નામે પક્રાણું છે. એકદા તે નગરીમાં ઘોડાના સોદાગર આવ્યા. તે અનેક જાતિના ઉત્તમ ઉત્તમ ઘડાઓ વેચવા માટે લાવ્યા હતા. રાજાએ તેના તમામ ઘેડાએ ખરીદ કરી લીધા. તે ઘડાઓની અંદર એક બહુ સુશોભિત અશ્વ હતો. પણ તે વફ ગતિવાળો હતો. રાજા તેના પર સવાર થઈને શિકાર માટે કેટલીક સેના સહિત વનમાં ગયો. ત્યાં ઘણુ જીવને આકુળ વ્યાકુળ કરી મૂક્યા. એવામાં એક હરણ રાજાની નજરે ચડ્યું. રાજા તેની પાછળ થશે. હરણું પણ ફાળ ભરતું દેડ્યું. રાજાએ ઘણે પ્રયાસ કર્યો પણ તે હાથમાં આવ્યું નહિરાજા થાકે એટલે અશ્વને ઉભે રાખવા લગામ ખેંચવા માંડી, તેમ તેમ તે તે વધારે દેડવા લાગે. તે પડાને અવળી રી: તે શિક્ષા આપેલી હોવાથી ખેંચી રાખવાનો પ્રકાર તેને દોડાવનાર થઈ પડશે. લશ્કર બહુ છેટે રહી ગયું. અવે તો ઘણી જમીન ઉલ્લંઘન કરી. એવામાં રાજાએ એક મનહર પુષ્કરણ દૂરથી દીઠી અને તેની પાસે એક મોટું વડનું ઝાડ દીઠું. રાજાએ ધાર્યું કે જો એ ઝાડ નીચે અa આવે તો હું ઝાડની ડાળીને વળગી પડું અને અશ્વને છેડી દઉં. ભાગ્યયોગે તેમજ બન્યું. રાજા ડાળીને વળગે એટલે લગામ મળી પડવાથી અશ્વ પણ ઉભું રહે. રાજા આશ્ચર્ય પામ્યો. તે વખતે અશ્વ વિકશિક્ષિત હોવાની રાજાને ખબર પડી. પછી રાજાએ ઘડાને ઝાડ સાથે બાંધ્યો અને પોતે પુકરણમાં ઉતર્યો. તેનાં પગથી સ્ફટિકના બાંધેલાં હતાં. જળ શીતળ અને નિર્મળ હતું. રાજાએ જળપાનાદિ કરીને શ્રમ દૂર કર્યો. પછી તે ચારે બાજુ ફરી ફરીને જોવા લાગે. એવામાં તેણે એક મોટી જાળી દીઠી. અંદર નજર કરી તો પગથીની શ્રેણી દીઠી. એટલે રાજા જાળી ઉઘાડીને અંદર પેઠે. હાથમાં ખડ્ઝ રાખી નિર્ભયપણે આગળ ચાલ્યો. કેટલાંક પગથી ઉતર્યો એટલે અંદર પાતાળમાં મોટ વિસ્તારવાળું For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy