SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છા ભાવપૂજામાં પ્રવેશ કરાય છે. ભાવપૂજારૂપ વિધિસર ચિત્યવંદન કયી શિવાય તથા નવકારવાળી ગણ્યા શિવાય-પ્રભુનું ધ્યાન કયાં શિવાય, માત્ર દ્રવ્યપૂજાથી પરમકૃષ્ટ ફળની આશા રાખી શકાય નહિં. ચોગ્ય વયના દરેક જૈનબંધુને ચિત્યવંદન કરતાં અવશ્ય આવડવું જોઈએ. સાંસારિક કેળવણ–વ્યવહારિક કેળ વણીના વિષયમાં જોઈએ તો વિવિઘાલય તરફથી માટી ટી પદવીઓ - ળવી હોય અને ધાર્મિક કેળવણીની બાબતમાં ત્યવંદન વિધિનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હોય નહિં તે કેટલું બધું ખેદકારક ગણી શકાય ? તેને ખ્યાલ આવે મુશ્કેલ નથી. કમસર પ્રભુની સ્તુતિમાં પ્રવેશ કયો શિવાય ગ્ય રીતે ભાવની વૃદ્ધિ થતી નથી. કલિપત પદ્ધતિથી માત્ર પ્રભુના ગુણની વિચારણા કરવા કરતાં પૂર્વાચાર્યોએ નિર્ણિત કરેલા વિધિથી કરવામાં આવેલ પુષ્ટ આલંબનરૂપ પ્રભુના ગુણોનું ગાન અનંતગણું ફળદાયક થાય છે. એ ન્યાયે આજકાલ નાટકના રાગરાગણીમાં ગવાતા ધર્મશાસ્ત્રના અલ્પ જ્ઞાનવાળા મનુષ્યોએ બનાવેલાં સ્તવને બલવાનો પ્રચાર વધી પડ્યું છે તે ઈચ્છવા ગ્ય નથી. આ સ્તવમાં ધાર્મિક જ્ઞાન. કાવ્યચમત્કૃતિ, પદલાલિત્ય, અર્થશૈરવ, ઉત્તમ બેધ, અધ્યાત્મિક ભાવ વિગેરે કઈ નજરે પડતાં નથી, એટલું જ નહિં પણ આ સ્તવને ગાતી વખતે તે તે રાગના શૃંગાર વિષયક નાટકના ગાયનોમાં એકદમ ચિત્ત દોરાઈ જાય છે, અને તેથી હદયશુદ્ધિના અભાવે ભાવની વૃદ્ધિ થતી નથી. શ્રીમાન આનંદઘનજી, યશવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી આદિ વિદ્વાન સાધુજને કૃત સ્તવને એટલા બધા ખુબીવાળાં અને આહાદકરી જણાય છે કે તે બોલતી વખતે કઈ જુદા જ પ્રકારને આત્મિક અનુભવ થઈ અનન્ય આનંદ ઉદ્દભવે છે. તાદામ્ય વૃત્તિથી થતું ગુણગાનજ ચિત્તની પ્રસન્નતાને જન્મ આપે છે. ચિત્તની પ્રસન્નતા વગરની પ્રજા ગ્ય ફળ આપવાવાળી થતી નથી. આ સંબંધમાં શ્રીમદ્ આનંદઘનજીના શબ્દો ખાસ લયમાં લેવા જેવા છે—હૃદયમંદિરમાં સુવર્ણ અક્ષરે કરી રાખવા જેવા છે. ‘ચિત્ત પ્રસને પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત નેહરુ કપટ રહિત થઈ આતમ અર્પણેરે, આનંદઘન પદ એહ. ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરારે.' જિનવંદન--જિનપૂજન ઘણાજ શાન્ત ચિત્તથી કરવાનું છે. પરમ શાંતરસપષક શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જિયદિરમાં સર્વ શાનિનું રાજ્ય પ્રવર્તાવે છે. તેમાં આપણે ધમાધમ કરી–ગડબડ કરી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નાંખ જેઈએ નહિ. પર્વના દિવસે તેમજ મોટા તીર્થસ્થળે ચિત્તની શાનિત જ. For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy