SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ જન્ય. ૨૮૫ છે. આ પ્રમાણે હોવાથી સત્ય બોલવામાં બહુ મુશ્કેલી લાગતી નથી અને ખાસ કરીને ચા, અસત્યમૃષા ભાષા બોલવી એ નિયમસરની વાત છે. પણ જે વચનપર મેટી નુકશાની કે લાભને આધાર હોય, જે વચનપર ન્યાય કે અન્યાય થવાને હેય જે વચનથી ભવિષ્યની પ્રજાને માર્ગ અંકિત થવાનું હોય તેવા પ્રસંગોમાં પિતાની કીર્તિ આબરૂ કે ધનની દરકાર કર્યા વગર યથાસ્થિત સત્ય ( હિતકારી) વચન બોલવું. એથી પરિણામે અનેક પ્રકારને લાભ મળે છે. બેલનારની દ્રષ્ટિ લાભ તરફ હેતી નથી પણ તેને અનેક દૃશ્ય અને અદૃશ્ય લાભ જરૂર મળે જ છે. આ વિષયને મ. થાળે સિંદૂરપ્રકરને લેક ટાંક્ય છે તેમાં લખે છે કે “જે પુરૂષ સત્ય યુક્ત વચન બોલે છે તેને અગ્નિ જળ જેવો થાય છે, સમુદ્ર જમીન જે થાય છે, શત્રુ મિત્ર થઈ જાય છે, દેવતાઓ નેકર થઈ જાય છે, જંગલ શહેર થાય છે, પર્વત ઘસમાન થાય છે, સર્ષ પુષ્પની માળા તૂલ્ય થાય છે, સિંહ હરણ જે થઈ જાય છે, પણ તાળ છીદ્ર તુલ્ય થાય છે, શસ્ત્ર અસ્ત્ર કમળના પત્ર જેવા લાગે છે, હાથી શિયાળ જે થઈ જાય છે, અને વિષમસ્થાન હોય તે સમાન થઈ જાય છે.”સત્ય વચનને આ ટલે બધો પ્રભાવ છે, રશૂળ દ્રષ્ટિવાળા જનેને કદાચ ઉપરની બાબતમાં અતિશયોક્તિ જેવું લાગે તે આ પ્રસંગ તેનું સમાધાન કરવાનું નથી, પરંતુ આપણે એટલું તે અવહારમાં વારંવાર અનુભવીએ છીએ કે જરા પણ ગેટ વાળ્યા વગર ગમે તેવા સંગોમાં પણ સત્ય બોલનાર હોય છે તેના વર્તન માટે લેકમાં એવી ઉત્તમ છાપ પડે છે કે તેના વચનમાંજ એક જાતનું તેજ દેખાય છે. એના વચન પર લોકે એટલે વિશ્વાસ મુકે છે કે હજારો કે લાખ રૂપિયાના વાંધા તેની લવાદી પર છેડિદેવામાં આવે છે. સત્ય બોલનારની વ્યવહારમાં એટલી ઉંચી છાપ પડતી હેવાથી તેને કેટલીક દૈવી સંપત્તિઓ પણ પ્રાપ્ત થાય છે એમ માનવામાં કોઈ પણ વિરોધ લાગતું નથી. સત્ય વચન બોલવાની ટેવ પડ્યા પછી સત્ય વચન એવું સિદ્ધ થઈ જાય છે કે તેને ધીમે ધીમે અમુક પ્રકારની વચન સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અને તેથી ઉપરના લેકમાં જણાવેલા વચને વધતે ઓછે દરજજે સત્ય થતાં જાય છે તેમાં અશક્યતા જેવું લાગતું નથી. એક જેરેમી કેદ્વીઅર ( Jeremy collier ) નામને અંગ્રેજી લેખક તે ત્યાં સુધી કહે છે કે “સત્ય તા એકત્રતાને મુદ્રા લેખ છે અને માનષિક 1 Truth is the bond of wion and the bases of human happiness. Without this virtuo there is no reliance upon language, no confidence in frieudship, no security on promises and caths. Jeremy collier. For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy