________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ
૧૩૫ હે પ્રભુ! મનથી તે મેં આપ સાથે મિલન કર્યું (મળે, પરંતુ આપનાં ચરણ સાક્ષાત્ ભેટવા અંતરની ઈચ્છા છે તે પૂરી થાય એજ માગીએ છીએ. ૧૧૮
આપનાં પવિત્ર વચન ઉપરના અકૃત્રિમ પ્રેમનું જે સુખ હું સાક્ષાત અનુભવું છું તે સુખની પાસે દેવતાનું સુખ પણ કાંઈ હિસાબમાં ગણતો નથી. કેઈ ગમે તેવું કપટ કેળવી મને ધર્મથી ચલાયમાન કરવા માગે તે પણ હું આપના ધર્મથી કદાપિ ચલાયમાન થવાનું નથી. ૧૧૯
જે મારા હૃદયરૂપી ગુફામાં આપ સિંહ જેવા સમર્થ પ્રભુ બિરાજે છે, તે કુમતિરૂપ હસ્તીઓની કઈ પણ બીક નથી. ૧૨૦
હે પ્રભુ! આપને તે મારી જેવા અનેક અગણિત સેવકો છે અને મારે તે આપ એકજ સ્વામી છે, તેથી મારી સારસંભાળ કરવી એ આપનું ઉચિત કર્ત વ્યજ છે. ૧૨૧
આ બધું ભક્તિભાવે કહ્યું છે, તે આપ લક્ષમાં રાખી અમારાં જન્મમરણનાં દુઃખ નિવારશે, અને અમને પરમપદ-એક્ષપદ આપશે. ૧૨૨
જેમ બાળક પિતાનાં માતતાની પાસે બોલે તેમ હે પ્રભુ! હું આપને સરલ હદયથી વિનતિ કરું છું. મારી વિનતિ અવધારી જેમ ઉચિત લાગે તેમ આચરે. આપનાથી કંઈ ગુદા–છાનું રાખ્યું નથી. ૧૨૩ | શુભ ભાવથી–પ્રસન્ન ચિત્તથી–નિર્મળ પરિણામથી ભવોભવ આપની સેવા અમને પ્રાપ્ત થજો, એજ અમે વારંવાર આગ્રહ કરીને માગીએ છીએ. કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ અને ચિંતામણિ સદશ આપની પાસે કરેલી અમારી માગણી સફળ થશેજ. ૧૨૪ -
આવી રીતે પંડિત શ્રી નવિજ્યજીના ચરણે પાસક શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે સકળ સુખસંપદાન આપનાર, દુરિત ઉપદ્રવને દૂર કરનાર, ઉત્તમ લક્ષણ અને ગુણને ધરનાર, જન્મમરણ વર્જિત, સુરપતિ અને નારપતિઓએ સેવિત, મેઘની ગર્જના જેવી ગંભીર વાણીને વદનાર અને વૈર્યવડે સુરગિરિ (મેરૂ પર્વત) ને જીતનાર–એમ અનેક ગુણરત્નાકર શ્રી સિમંધર પ્રભુની વિજ્ઞપ્તિ કરી છે. ૧૨૫ - તેની યથામતિ સંક્ષિપ્ત સરલ વ્યાખ્યા પૂર્વકૃત વ્યાખ્યાને અનુસારે મેં લખી છે. તેમાં જે કાંઈ મૂળ કર્તા પુરૂષના આશયથી વિરૂદ્ધ સમજાયું કે લખાયું હોય તે સંબંધી ત્રિવિધ મિથ્યાદુકૃત ઈચછી સજન પુરૂ હસવત આમાંથી સાર માત્ર ગ્રહણ કરી સ્વપરહિત સાધવા સજદ્ધ થાય એજ અભિલપું છું. ઈતિશ....
સંતચરણુરસિક કષરવિજય.
For Private And Personal Use Only