SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ જૈન ધર્મ પ્રકાશ. ૭૪ અંતર લક્ષ રહિત તે અંધ, જાનત નહીં મેલ અરૂ બંધકયાં કયાં કારણેથી આત્મા કમથી મુકાય છે અને કયાં કયાં કારણથી આભા કર્મથી બંધાય છે તેને યથાર્થ જાણવા રૂપ અંતરલક્ષ જેને નથી જ ખરેખર અંધ છે. તેવા અંતરંલક્ષ વિનાના અંધ જન ક્રિયા કરતાં છતાં બંધાય છે અને સંસારકમાં અટે છે, ત્યારે અંતરલક્ષ સહિત સત્ કિયા કરનાર જલદી સંસારને અંત કરી મોક્ષપદને પામી શકે છે. જેમ અંધ માણસ આંખના અભાવે ગમનકિયા કરતે જો અરહ પર અથડાય છે, પણ ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી તેમ અંતરલક્ષ વિના ઉપગશૂન્ય ધર્મકરણી કરનાર આશ્રી પણ સમજવું. જેને સ્વપરતું, જડ ચૈતન્યનું, કે ગુણ દેષનું યથાર્થ ભાન થયું છે તે અંતરલક્ષથી આત્મહિત સાધવા ઉજમાળ રહેનાર શીવ્ર શિવસુખ સાધી શકે છે, માટે સહુ કોઈ મોક્ષાથી જનોએ અંતર લક્ષ જગાવવાની જરૂર છે. ૭પ જે નવિસુણતસિદ્ધાંત વખાણ,બધિર પુરૂષ જ મેં તે જાણુંજે સર્વજ્ઞ-વીતરાગ પ્રણીત સિદ્ધાંત વચન શ્રવણે સાંભળતા જ નથી અથવા સાંભળ્યું તે નહીં સાંભળ્યા જેવું કરે છે, મતલબ કે જે આપવચનની ઉપેક્ષા કરે છે અથવા કદાચ દૈવવશાત્ તે સાંભળવા પ્રસંગ મળ્યો તે તેને–તેના રહસ્યાર્થીને હૃદયમાં ધાર નથી, એવી રીતે જે સાંભળ્યું ન સાંભળ્યા જેવું કરે છે તેને જ જ્ઞાની પુરૂ બધેર ( બહેરો ) કહીને બોલાવે છે. કારણકે આસવચનામૃત આસ્વાદવાની અને મૂલ્ય તક મળે છે તેમજ શ્રવણેન્દ્રિય સાબીત છતે તે મંદભાગી જને પ્રમાદવશાત્ તે અપૂર્વ લાભ લે ગમાવી દે છે. જે બાપડા મૂળથીજ બધિર હોવાથી જિનવાણી સાંભળી શકતા નથી તે દેવહુત જનોનો આકરો અપરાધ નથી. કેમકે તેને મના દિલમાં શાસ્ત્રશ્રવણ કરવાની લાગણી ચિજ હોઈ શકે છે, પણ જે છતી સામગ્રીએ તેને સદુપયોગ કરી આગમવાણીને અપૂર્વ લાભ મેળવતા નથી તેવા ભાવબધિર નેજ ખરેખર અપરાધી ડરે છે. કેમકે તેમને તે આ જન્મ નકામે ગુમાવવાથી ભવાંતરમાં પણ તે લાભ મળવાનો સંભવ પ્રાપ્ત થતું નથી. ૭૬ અવસર ઉચિત બેલી નવિ જાણે, તાજ્ઞાની મુકવખાણે-- જે અવસરે જે બોલવું ઉચિત હય, હિતકર લેબ, સ્વપરને લાભદાયો હોય, અનુચિત, અહિતકર કે સ્વપરને નુકશાનકારક ન જ હોય એવું સમય અનુકૂળ વચન જે બેલી જાણતો નથી, બલી શકતો નથી અથવા બલવાની ઉપેક્ષા કરે છે, તેને જ જ્ઞાની પુરૂ સુક [ મુંગે કહે છે. અવસર ઉચિત એક પણ વચન અમૂલ્ય થઈ પડે છે એટલે લાખો વચનની ગરજ સારે છે ત્યારે “અવસર ચુકયા મેવલા” ની જેમ ખરી તક હત્યા પછી કહેલાં ગમે તેવાં અને ગમે તેટલાં સારાં વચન પણ નિષ્ફળ જાય છે. જેને મળથી જ જીભ નથી અથવા તે જે જન્મથી કે કોઈ રોગાદિકથી મુગો થઈ For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy