________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખપૃષ્ઠપરના સંસ્કૃત વાક્યને સાર ત્યાર પછી પ્રસન્ન દયવાળા ગુરુ મહારાજ તેને ગૃહસ્થાવસ્થાને ઉચિત અને સાધુ શાને યોગ્ય એ ધર્મ માર્ગ કહે અને તેને ઉપાર્જન કરવાનો ઉપાય મહા યત્નવડે શણ કરાવે, તેને કહે કે “હે ભદ્ર! સદ્ધર્મ સાધનની લેગ્યતા પિતાને પ્રાપ્ત થવાની અભિલાષાવાળા તારે પ્રથમ આ કરવા ગ્ય છે. શું કરવા ગ્ય છે? તે કહે છે–દયાળુપણાનું સેવન કરવું, પરને પરાભવ ન કરે, ધીપણું મૂકી દેવું, દુર્જનનો સંસર્ગ વર્જ, અસત્યભાષીપણું છેડી દેવું, ગુણાનુરાગનો અભ્યાસ કરે, ચાર્ય બુદ્ધિ કરવી જ નહીં, મિથ્યાભિમાન તજી દેવું, પરદારને અભિલાષા નિવા, ધનાદિકને ગર્વ પરિહરે, દુઃખી પ્રાણુઓના દુઃખ દૂર કરવાની ઈચ્છા કરવી, ગુરૂ મહારાજને પૂજવા, દેવસ્વરૂપ સંઘને વંદના કરવી, પરિજનનું સન્માન કરવું, સેવકવર્ગને પૂર્ણ કરવો, મિત્રવર્ગની અનુવર્તન કરવી, પારકા અવર્ણવાદ ન બેલવા, પારકા ગુણ ગ્રહણ કરવા, પોતાના ગુણ સ્વમુખે કહેતાં લજાવું, અણુમાત્ર પણ સુકૃત કર્યું હોય તે સંભારવું, પરોપકારમાં પ્રયત્ન કર, પ્રથમ વિશિષ્ટજને સાથે સંભાષણ કરવું, ધાર્મિક જનેની અનુમોદના કરવી, પારકા મર્મ ન ઉઘાડવા, ભલા વેષને આચારવાળા થવું–આ પ્રમાણે જે કરીશ તે તેને સર્વજ્ઞ કથિત સદ્ધર્મના અનુષ્ઠાનની ગ્યતા પ્રાપ્ત થશે.”
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
For Private And Personal Use Only