________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. આ પ્રમાણેની ધ આપવા વડે બંને વિદ્વાને એમ સિદ્ધ કરવા માગે છે કે અાજ સુધી શ્રી નરસિંહ મહેતાનું ગુજરાતી પદ્યસાહિત્ય સર્વથી પહેલાનું છે એમ જણવાથી તેને તમે આદિ કવિની પદવી આપી હતી, અને તેમાં અમે કોઈ પણ જાતને વાંધો ઉઠાવ્યો નહિ. હવે જ્યારે અમે તેના કરતાં સે અથવા તેથી વધારે વર્ષ અગાઉનું જૈનાચાર્યનું કરેલું ગુજરાતી પદ્યસાહિત્ય બતાવીએ છીએ, ત્યારે તમને નરસિંહ મહેતાને આપેલું આદિ કવિનું ઉપનામ બીજાને આપવામાં શા કારણથી શિતળતા આવે છે? હજી અમે કબુલ કરીએ છીએ કે તમે ત્યારે અગાઉનું તમારું સાહિત્ય બતાવશે તે અમારા આચાર્યને આપેલું ઉપનામ ખુશીથી તેમને અર્પણ કરશું.” ભાષાની ઉત્પત્તિને દા તે બંને વિદ્વાને પોતે કરતા નથી. પરંતુ જેનીઓએ ગુજરાતી ભાષાને પુષ્કળ પોષણ આપ્યાનું, તેને વૃદ્ધિ પમાડ્યાનું અને તેની માતા તુલ્ય પ્રાકૃત ભાષાને અપ્રતિમ માન આપ્યાનું તે એ બંને લેખકે કહે છે, અને તે અક્ષરશ: સત્ય છે, એમ સિદ્ધ થયેલું છે. - “પ્રાકૃત ભાષાનું મહત્વ જેને માંજ હતું, જેનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલક પાત્રનેજ સેંપતા-જેમ જૈનબદ્ધ સિવાયના નાટકમાં દેખાય છે તેમ " આવી છે. રા. મનસુખલાલ રવજીભાઈની દલીલને રા, રા. મનસુખલાલ કીરચંદ કેટલીક દલીલેથી જુદું રૂપ આપે છે. પરંતુ પ્રાકૃત ભાષાનું મહત્વ જેને જેટલું બીજામાં નહોતું એ ચેકસ હકીકત છે. કેમકે જેનોના મૂળ આગ અને બીજા અનેક છે જેટલા પ્રમાણમાં એ ભાષામાં છે તેટલા પ્રમાણમાં બીજા કેઈ પણ દર્શનના નથી, વળી જનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણુતા હતા એ વાત મનસુખલાલ રવજીભાઈજ લખે છે એમ નથી, પણ અન્ય સાક્ષરો પણ એ વાત કબુલકરે છે. રા, રા. રમણભાઈ મહિંપતરામ નીલકંઠ જેઓ પ્રસિદ્ધ સાક્ષર છે તેઓ પરિપની અંદર આપેલા “ગુજરાતી ભાષાને આરંભ” એ મથાળાવાળા લેખમાં લખે છે કે બ્રાહ્મણે તે પ્રાકૃત ભાષાને હલકીજ, ગણતા હતા, પ્રાકૃતને શિષ્ટ ભાષા તરીકે તેઓ કબુલ રાખતા નહીં + + + + બ્રાહ્મણના ગ્રંથ સંસ્કૃત ભાષામાં જ લખાયા. નાટકમાં પણ તેમણે વિધિ કર્યો હતો કે શિણ પાત્રો પાસે સંસ્કૃત ભાષા બોલાવવી.” આ હકીક્ત રા. શિ. મનસુખલાલ રવજીભાઈના લેખને પુષ્ટિ આપે છે. પ્રસં. ગોપાત ગુજરાતી પત્રમાં લખનાર રસિક નામના ચર્ચાપત્રીના સંબંધમાં લખવાની જરૂર પડે છે કે એ જેનેને હલકા પાડવા માટે લખે છે કે " જેને લાજ નહોતા, તેમના સાધુઓને બાણાજ' ભણાવતા હતા અને એ પણ For Private And Personal Use Only