________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવું વર્ષ, પ્રસંગ આ સમયે જૈન કોન્ફરન્સના મેળાવડાના પ્રસંગ ઉપરજ કરવાનું મુકરર કરવામાં આવ્યું છે. આવા પ્રસંગ કવચિત જ પ્રાપ્ત થાય છે. જે કોઈપણ જૈન સંસ્થાની જયુબીલી થવાને પ્રસંગ બન્યા હોય તે આ પહેલા જ છે. મને પણ આ હકીકત અત્યંત આનંદ ઉત્પન્ન કરે તેવી છે. કારણુંકે મારી યુબીલીના પણ એમાંજ સમાવેશ થયેલ છે. મને બે વર્ષ ઓછા છે, ને મારી ઉત્પાદક સંસ્થાને બે વર્ષ વધારે છે, એટલે બન્નેના મળીને સરખાં વર્ષ થાય છે. આ આનંદોત્સવ પણ જોવા લાયક થશે, પરંતુ તેનું વર્ણન પ્રારંભમાં કરવા કરતાં તે પ્રસંગ વ્યતીત થયા બાદ લેખિની દ્વારા જાહેર થશે, એટલે મારા વાંચકો સ્વયમેવ તે જાણી શકશે, અને મારા આનંદમાં તેઓ પણ ભાગ મેળવશે.
હવે પ્રારંભમાં જ મારા ઉત્સુક વાંચકે ને વધારે વખત ન રેકતાં મારા ઉત્પાદકોને, સભાના અંગીભૂતોને, ગ્રાહકવર્ગને, લેખકને, સહાયકને અને પ્રાંતે આખી જૈન મને જય ઈચ્છી તેને માટે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હું નવા વર્ષમાં પ્રવેશ કરું છું, અને જેમ બને તેમ મારા ગ્રાહુકોની, હિતેષુઓની અને આખી ન કોમની શબ્દરચના દ્વારા વિશેષ સેવા બજાવવા તત્પર થાઉં છું. પરમા મા મારી ઈચ્છા સફળ કરે.
તથાસ્તુ.
For Private And Personal Use Only