________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ छडी जैन श्वेताम्बर कोन्फरन्स.
પ્રમુખ સાહેબનુ આગમન. સામૈયાના ભવ્ય દેખાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવકાર આપવાની ઉત્સુકતા. હળીમળી રહેલું ભાવનગર શહેર.
આજે નવીન વર્ષનું પ્રભાત છે, ચૈત્ર શુદ એકમની આŽાજનક સવાર છે. આખી જૈન પ્રજા માન્યવર પ્રમુખ સાહેબ શેડ મનસુખભાઇ ભગુભાઇને આવકાર આપવાની તૈયારી કરવામાં તત્પર થઈ ગઈ છે, અને કાન્ફરન્સની ભવ્યતામાં વધારો કરવાને અને તે હેતુ માટે પ્રથમ સ્થાને જાહેર કરેલા નેતાને વધાવી લેવાને ચેતરફ પ્રયાસ ચાલી રહ્યા છે. સૂર્યોદય થતાં હજારો જૈને અને અન્ય કામના ગૃહસ્થા રેલ્વેસ્ટેશન તરફ પ્રયાણુ કરતાં માલુમ પડે છે. સુંદર વસ્ત્રોથી વેષ્ટિત થઈ ખાળ, યુવાન અને વૃદ્ધનાં ટોળેટોળાં પ્રમુખ સાહેમને માન આપવા માટે અહીં તહીં દોડાદોડ કરતાં જણાય છે. કોઇ દુકાનપર તોરણા લટકાવે છે, કોઇ માળીને ત્યાં ફુલહાર લેવા દોડે છે, કોઇ કસુંબામાં કારેલા સુવર્ણ લેખે બાંધવઃ મ`ડી ગયા છે, કોઇ વાઆ માંધે છે, કોઇ વાવટાથી દુકાનને સુશોભિત કરવામાં રોકાઈ ગયા છે, અને કેાઈ બીજી અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. એક તરફથી હાથીઓ તૈયાર થઇ સ્ટેશનપર આવતાં જાય છે, બીજી તરક્કી ગાડીએની ધમાધમ ચાલે છે, વેાલ ટીયરાની એક મોટી ફેજ સ્ટેશન ઉપર હાજર થઇ ગઇ છે, અને દિવાન સાહેબ સુધી સર્વે અમલદારો અને અન્ય કામના આગેવાન શહેરીઓ હાજર થઈ ગયા છે, સ્ટેશનને પણ પ્રસગને ચેગ્ય રીતે ધ્વજા, વાવટા અને દરવાજાથી શણગારવામાં આવ્યું છે અને ખરાખર સાડા સાત વાગવાને સમય થતાં સ્ટેશનની અંદર અને મહાર ચાલવા જેટલી જગા પણ માકી રહી નથી. સ્ટેશનના અધિકારીઆએ પાસ વગર સર્વને અંદર દાખલ થવાની પરવાનગી માપી સગવડમાં વધારે કયા હતા. હવે પ્રમુખ સાહેબની સ્પેશીયલ ટ્રેનને આવી પહોંચવાની રાહ જોવામાં આવતી હતી. ખરાબર નીમેલ વખતે ( ૭-૧૧ લેાકલ ટાઈમે ) સ્પેશીયલ ટ્રેન પ્રમુખ સાહેબ અને તેમની સાથેના મા ગૃહસ્થ અને મનુને લઇ સ્ટેશનમાં આવી પહેાંચી, તે પ્રસંગે વાલીયા ( સ્વય' સેવકા )ની ઉભેલી તેવડી હારે તેમને આદર આપ્યું,
For Private And Personal Use Only