________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ મનસુખભાઈ ભગુભાઈનું ભાષણ જીર્ણોદ્ધારથી થાય છે.” આ વાકયને આશય બહુ વિચારવા લાયક છે, અને તેમાં ઘણે ગૂઢ અર્થ સમાયેલો છે. ભકિત અને શ્રદ્ધાથી જ જે કે આપણે નવીન દેરાસર બંધાવીએ તે પણ તેમાં એક જાતને આપણા મનમાં અહંકારને અંકુર ઉત્પન્ન થવાનો સંભવ છે કે જે ફળમાં હાનિ કરે છે, પણ જેવી રીતે દયા ઉત્પન્ન થવાથી આપણે જીવરક્ષણ માટે જે કાર્યો કરીએ છીએ તેમાં ધર્મબુદ્ધિ, દયા, શાંતતા વિગેરે સદવૃત્તિઓ શિવાય અહંકાર, પ્રમાદ વિગેરે કઈપણ અસદત્તિને પ્રવેશ થતો નથી, તેજ પ્રમાણે આ જીર્ણોદ્ધારની બાબતમાં માનવાનું છે, અને તે જ કારણથી શાસ્ત્રકારે આઠગણું ફળ બતાવ્યું છે. શત્રુંજય, ગિરનાર, આબ વિગેરે સ્થળોની જ પસંદગી એવી કરવામાં આવી છે કે ત્યાં શુદ્ધ હવા, શુદ્ધ જળ મળી શકે છે અને ત્યાં જવાથી સર્વ જાતની વિષયવાસનાઓ અને કામનાઓ ફકત સ્થળનાજ કારણથી દૂર થઈ જાય છે. ચૈત્યેની રચના, બાંધણી, કારીગરી, વિશાલતા, એ બાબતે ઉપર એટલું લક્ષ આપવામાં આવ્યું હોય છે કે તેની અંદર દાખલ થતાંજ આપણું અંતઃકરણમાં એક જાતની ભવ્ય ધર્મવૃત્તિ પેદા થાય છે. એટલે દરજજે જેમણે આપણું ઉપર જે કાર્યથી ઉપકાર કરેલ છે અને અદ્યાપિ પર્યત જૈનોની જાહોજલાલી પૂર જેસમાં જાળવી રાખી છે તેમનું નામ અને તે કાર્ય સાચવી રાખવા દ્વારાએ આપણને તથા અનેક ભવ્ય અને તે ભાવેલ્લાસ અને શ્રદ્ધાવૃદ્ધિ ચિરસ્થાયી કરવાને આપણુથી બનતા પ્રયત્ન આપણે ન કરીએ અને તેથી કરીને તે ચિત્યેના અસ્તિત્વમાં ખામી આવે અને તે આપણે જોયા કરીએ તે આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ તેને શાસ્ત્ર દ્વારા નિર્ણય કરવાનું કામ પણ હું મારા ધર્મબંધુઓને જ સોંપું છું. નવીન એક ચિત્ય બાંધવામાં આપણે જે ખર્ચ કરીએ તેટલા ખર્ચમાં ઘણાં જુનાં ચિત્યને ઉદ્ધાર થઈ શકે એ વાત નિર્વિવાદ છે. ચિત્ય બાંધવાના હેતુઓમાં મુખ્ય એ હેતુ રહેલ છે કે તેને લાભ લઈને આપણે સંખ્યાબંધ ધર્મબંધુઓ અંતઃકરણની શુદ્ધિ કરીને ધર્મમાં વધારે પ્રેરાય, તે હેતુથી પણ જોતાં એક નવીન ચેત્ય બાંધવાથી જેટલી સં ખાને લાભ મળવાને તેના કરતાં ઘણાં જુનાં ચિત્યને ઉદ્ધાર થાય છે તેથી ઘણી મોટી સંખ્યાને અપૂર્વ ભાવોલ્લાસનો લાભ મળે એમાં સંશય નથી. માટે ઉપર બતાવેલા વાક્યમાં જીણી દ્વારથી જે વિશેષ ફળ થવાનું ગ્રંથકારે બતાવ્યું છે તે યથાસ્થિત હોવાથી ઉત્સાહથી અને ખંતથી આપણે તેનું અનુકરણ કરવું ઇષ્ટ છે. આ ઉપરથી જરૂરી નવીન ચિત્યે નહિ બાંધવાં એમ મારું કહેવું નથી, પણ જ્યાં જ્યાં જીદ્ધાર કરવા જેવાં ચિત્યે છે ત્યાં નવીન ચિત્ય નહિ બાંધતાં જીર્ણોદ્ધાર પાછળજ દ્રવ્ય ખર્ચવું જોઈએ. For Private And Personal Use Only