________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરા હઠીસંગે ઝવેરચંદનું ભાષણ પામેલા છે, અને છેવટે પ્રાન્તિક કોન્ફરન્સ મળવાથી તે તે જિલ્લાના વસનાર આપણું જેન બંધુઓને કેન્ફરન્સથી શું લાભ છે તે જણાઈ ચૂક્યું છે, જેથી પાંચ વર્ષની ઉજવળ કારકીર્દી અનુપમ અને અગણિત કાર્યો કરનારી થઈ પડેલ છે. વળી તે સાથે સેથી મેટે લાભ આપણને એ થયેલ છે કે જુદા જુદા દેશમાં વસનારા જુદા જુદા જૈન બંધુઓ એક સ્થળમાં મળતા હોવાથી તેઓમાં ભ્રાતૃભાવ અને દલસોજી રાખતા શીખ્યા છીએ; અને તેના પરિણામે અરસ્પરસની ધાર્મિક અને વ્યવહારિક સ્થિતિને આપણને ખ્યાલ આવ્યો છે. આ તમામ અને હવે પછી તેથી વધારે અગણિત લાભે આ કોન્ફરન્સની હયાતીથી, તેના દીઘાયુષ્યથી અને સમગ્ર બળથી થશે એ નિઃશંક સંભવ છે.
કેળવણઃ દરેક દેશની કે કેમની ઉન્નતિ થવી તેને મુખ્ય આધાર કેળવણી ઉપર છે, અને દરેક દેશ અને કેમનું સારું નરસું ભવિષ્ય પણ તેના ઉપર લટકેલું છે. દેશની અને મનુષ્યની આધુનિક સ્થિતિ જોતાં જેટલે દરજજે ધાર્મિક, માનસિક અને શારીરિક કેળવણીની જરૂરીયાત છે તેટલે જ દરજજે હુન્નર ઉદ્યાગની કેળવણું આપવાની પણ જરૂર છે, કારણકે દેશની અને મનુષ્યની આબાદી અને આર્થિક સ્થિતિ સુધારવાને અને કંગાળીયત સ્થિતિ મટાડવાને તેજ સરલ અને સીધે રસ્તે છે. વળી કેળવણીને બહોળો પ્રચાર થવા માટે અને સાધારણ સ્થિતિના મનુષ્ય પણ કેળવણી લઈ શકે તેને માટે કેલરશીપ, બેકિંગે. અને એવા બીજા રસ્તાઓ કરવાની ખાસ આવશ્યકતા છે. વળી તે સાથે ઓછા કેિળવણી લઈ શકે તેવા રસ્તા કરવાની પણ સાથે જ જરૂર છે. - જીર્ણોદ્ધાર: બંધુઓ ! આજકાલ એવું નજરે પડે છે કે એક તીર્થ સ્થળે અને એક શહેરના દેરાસરમાં લાખો રૂપીઆ હેય છે અને બીજા તીર્થસ્થળે કે કઈ ગામના દેરાસરમાં તેના રક્ષણ માટે કે પૂજાભક્તિ માટે કાંઈ પણ સાધન હોતું નથી. આવા સંગો વચ્ચે જે જે તીર્થો કે ગામનાં જિનાલમાં તે બાબતના પૈસાને જોઈએ તે કરતાં વધારે હોય તેના વહીવટકર્તાએ વિચારવું જોઈએ કે દરેક તીર્થ,જિનાલ અને તેની અંદર બીરાજમાન થયેલા પરમાત્મા આપણ ને એક સરખા માનનીય અને પૂજનીય છે. તેથી જે જે સ્થળે ચિત્ય અને તીર્થો જીર્ણ સ્થિતિમાં હેય કે જીર્ણ સ્થિતિમાં આવતાં જતાં હોય તેવાં સ્થળનું રક્ષણ કરવા, તેનો ઉદ્ધાર કરવા અને બચાવવા તે પિસાને વ્યય કરે ઘટિત છે. દાખલા તરીકે સમેતશિખરજી તેમજ ગિરનારજ જેવા પવિત્ર તીર્થ ઉપર આપણા હક સાબીત કરવામાં તેમજ મરજી વિરૂદ્ધ બાંધવા ધારેલ મકાનોથી થવાની આશાતના વિગેરે અટકાવવામાં પણ આવા દ્રવ્યને ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only