SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠી જેન કેતાઅર કેન્ફરન્સ દેખાવ આકર્ષણીય થઈ પડતું હતું. જનરલ સેક્રેટરી મી ઢઢા અને શેડ લાલભાઈ માટે ખાસ ઉતારા રાખ્યા હતા. શેઠ વીરચંદ દીપચંદ પિતાના નેહી માછદીવાનપુત્ર સારાભાઇને ત્યાં ઉતર્યા હતા અને શેઠ પુનમચંદ કરમ ચંદ તથા બાબુ મણીલાલજી માટે જુદા ઉતારાની ગોઠવણુ કરી હતી. સ્ત્રી વીઝીટરોની સંખ્યા પણ બહુ થઈ હતી અને દશ દિવસથી ટીકીટ આપવાનું કામ બંધ રાખવું પડ્યું હતું, છતાં છેલ્લી ઘડીએ પાંચસે ટીકીટ વધારે કાઢવાની અને તે માટે ગોઠવણ કરવાની જરૂર પડી હતી. ભેજન માટે ઉતારાથી તદૂન અલગ જગે રાખી હતી. બે મોટાં રસેડાં રાખ્યાં હતાં, જ્યાં ડેલીગેટેની સગવડ જાળવવા પૂરતા પ્રયાસ કર્યો હતો. લોકોની મેદની એટલી જામી હતી કે ચિત્ર સુદ બીજની સાંજે શહેરમાં ગાડી ચલાવવી પણ મુશ્કેલ થઈ પડી હતી. - વિદને–તેમને દૂર કરવા પ્રયાસ: ડેલીગેટેની મેટી સંખ્યાને પહોંચી વળવાની ગોઠવણ કરવા ઉપરાંત જવાબદાર કામ કરનારાઓને બીજી બાબતમાં બહુ ધ્યાન આપવું પડતું હતું. મહુવા પાલીતાણાને સ્થાનિક તકરાર કેટલીક ગેરસમજુતી ઉન્ન કરી કલહ કરાવે તેવાં ચિન્હ દેખાડતું હતું, અને તેથી તે સંબંધમાં સમજાવટ કરવાનું મહાન કાર્ય પન્યાસજી શ્રી નેમિવિજયજી સમક્ષ ચાલતું હતું. આ બાબત સ્થાનિક દષ્ટિએ અતિ મહત્વની હોવાથી કાર્ય કરનારાઓને તે સંબંધમાં પણ બહુ કાળક્ષેપ કરવું પડતું હતું. છેવટે આગેવાનોની સમજણ અને ઉક્ત મુનિરાજની પ્રેરણાથી કલહ શાંત થયે હતું. બીજી અગવડ ઘણા વખતથી ચચતા કચ્છીભાઈઓના સવાલને લગતી હતી. તેઓને વિચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને હિસાબ છપાવી બહાર પાડવાને, પ્રમુખે ઠરાના સંબંધમાં પ્રતિજ્ઞા લેવાને અને પ્રમુખની દરખાસ્ત પર સુધારે મુકવાને હતે. ચીફ સેક્રેટરી પર તે સંબંધી તેમણે લખાણ કર્યું હતું, પરંતુ રિસેપ્શન કમીટીએ એકમતે સ્વીકારેલા પ્રમુખની દરખાસ્ત પર સુધારે મુકાય તે આખા શ્રી સંઘને, પ્રમુખને અને જેન કે મને અપમાન કરવા જેવું થાય અને કદાચ સુરતના દેખાવનું પુનરાવર્તન થાય એ ભય બહુ માણસના મનમાં હતો, તેથી એક ખાનગી મીટીંગ કરી તેમાં શેઠ વીરચંદભાઈ, મે. ઢઢા સાહિબ, દામોદર બાપુશા, કુંવરજી આણંદજી, જુઠાભાઈ અને બીજા આગેવાનોએ કચ્છીભાઈઓ સાથે વાત કરી ઠરાવના મુસદ્દામાં થોડોક ફેરફાર કરી તે પ્રમાણે સજેકટ કમીટીમાં મૂકવા ગેઠવણ કરી, અને તેથી તે સંબંધી વાદળ તરતમાં દર થયું. આ ઉપરાંત બીજા સ્થાનિક For Private And Personal Use Only
SR No.533275
Book TitleJain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1908
Total Pages31
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy