SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાર એટલે ગાય, પાણિયારી, અને નટની જેમ ગૃહસ્થાશ્રમને ઉચિત સંસારના દરેક કાર્ય કરવાં, સંસાર સુખે ચલાવવાના સાધનો મેળવવાં, શરીર સુખી રહે તેવી રીતે ખાનપાનના વિષયને અનુસરવું, પરંતુ તે સઘળાં કાર્યો કરતાં તે મહાત્માઓ એ માર્ગ અનુસર્યા છે તે લક્ષમાં રાખવું, તેનું શું ફરમાન છે તે હમેશાં વિચાર્યા કરવું ( જેથી ફરમાનથી વિપરીત વર્તન ન થાય), દરરોજ રાસાર કાર્યમાંથી અમુક વખત ફાજલ પાડી તેના ગુણનું કીર્તન કવું, તેની ભક્તિ કરવી, સંસારના વ્યવહાર કાર્ય ભોગવિલાસ દ્રવ્યપ્રાતિ અને પાચે ઇન્દ્રિયના વિષયનું આસ્વાદન કરતાં છતાં પણ તેમણે બતાવેલી નિવૃત્તિમય પ્રસાદીનું નિરંતર આસ્વાદન કર્યા કરવું અને છેવટે ઐહિક રાખના ઉત્પાદક સર્વ વ્યવહારી અને પશ્ચિક કથી નિવૃત્ત થઈ તે પરમાત્મામાં જ પ્રીતિ આસક્તિ રાખી તેની દશાને પ્રાપ્ત કરવા વિચાર રાખવો. " વિચાર સમાત થયા, ફરી ફરી સર્વ વિચારેનું મનન થયા કરે. એ ભાવ લક્ષ્યમાં રહી દિવસ રાત્રી વ્યતીત થાય તે માટે હંમેશા પ્રાત:કાળમાં મનન કરવા જેવાં એક વાકોની યોજના કરવા ઈચ્છા થઈ. એક નિવૃત્તિ સુખના અભિલાષી પુરૂષના એવા વિચાર વાંચવામાં આવેલા તે સ્મરરણમાં આવ્યા અને તે ઉપરથી પ્રસ્તુત પાડયમ બેઠવાયે. હે ચેતન ! ૧ રાત્રી વ્યતિકમી, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થા અને ભાવનિકા ટાળવાને પ્રયત્ન કર. ૨ પંચપરમેષ્ટિનું સમરણ કર, ઉત્તમ જનોના નામોચ્ચાર પૂર્વક તેના ગુરુ ઉપર દષ્ટિ કર, અને દેવગુરૂ તથા કુળધર્મને યાદ કર. - ૩ વ્યતીત રાત્રી, વ્યતીત દિવસે અને ગઈ જીદગીપર દષ્ટિ ફેરવીજા. તેમાં સફળ થયેલા વખતને માટે આનંદ માની આજ દિવસ પણ સફળ કર અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્કૃત કર. ૪ સફળ જન્ય એકે કૃત્ય તારાથી ન થયું હોય તે પુનઃ પુનઃ શરમા, અને અઘટિત કૃત્ય થયાં છે તેને માટે શરમાઈ મન વચન કાયાના ચોગથી ફરી તેવું ન કરવા પ્રતિજ્ઞા લે. ૫ ને તું સ્વતંત્ર હે તો દિવસરાતના આઠ પહોરની નીચે પ્રમાણે વ્યવસ્થા કર. ૧ પ્રહર–પરમાત્માની ભક્તિ. ૧ પ્રહર-ધર્મકા. ૧ પ્રહાર–આહાર પ્રિયજન. ૧ પ્રહર–-અધ્યયન. ૨ પ્રહર–-વ્યાપાર કિયા. ૨ પ્રહર–નિવા. For Private And Personal Use Only
SR No.533240
Book TitleJain Dharm Prakash 1905 Pustak 021 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages25
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy