________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબોધ
૨૭૧ એ કુથલી કરવામાં, નિંદા કરવામાં અને ગપ્પા મારવામાં ગાળે છે. આ પણ ગૃહ સંપાર એવો વિચિત્ર થઈ ગ છે કે હુંશિયાર કવ તેના પર લેખ લખી આપણને જ હસાવે, પણ આપણને તે ઘણા વખતનું દરદ કોઠે પડી ગયું છે, તેથી મનમાં વિચાર આવતો નથી. ભવિષ્યની પ્રજા સુખી થાય તે સારૂ આ અગત્યના પ્રથમ સાંસારિક સવાલ પર ધ્યાન આપવાની બહુજ જરૂર છે.
બહુ બહુ વિચાર કરવા પછી વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે ગૃહ સંબંધમાં આપણી જે ચાલુ સ્થિતિ છે તે સ્ત્રીકેળવણીની ગેરહાજરીને લીધે જ થયેલી છે. આ સવાલ ઘણે અગત્યને લેવાથી અત્ર તે પર વિચાર કરવામાં આવશે. આજ રોપાનીઆમાં દશ વર પર આ વિષય સારી રીતે ચચાઈ ગયું છે, પરંતુ તે પર પુનરાવર્તન કરવાની જરૂર હોવાથી કોઈક નવા રૂપમાં આ વિષય પર વિચાર કરીએ.
ગૃહસંસારના ઉપર દોરેલાં ચિત્ર ઉપરથી સર્વને વિદિત થયું હશે કે આપણી ગૃહસ્થિતિ જોઈએ તેવી નથી. અને તેથી તેમાં ફેરફાર થવે જેઇએ. ગૃહકાર્યમાં સ્ત્રી પ્રધાન છે, અને તેથી તેઓને સારા વિચાર તથા આચારવાળી કરવી એ પ્રથમ કર્તવ્ય છે કેળવણીથી માણસ પોતાને માટે વિચાર કરતાં શીખે છે, પિતાની જવાબદારી કેટલી છે તેને તેને ખ્યાલ આવે છે, પોતાનું કામ શું છે તેની તેને સમજણ પડે છે, તે કામ છે ખરચે અને થોડા વખતમાં કેવી રીતે કરવું તેની તેને સુજ પડે છે અને કાર્યમાં દક્ષતા અને વિચાર શિળતા આવે છે. વિચારમાં આ ફેરફાર થવાથી આચાર તુરતજ સુધરી જાય છે અને તેને પરિણામે એક નવીન જાતને જ સંસાર ચાલુ થાય છે. કેળવાયેલી માતાનાં બાળકો નાનપણમાં જ સંસ્કારી થાય છે, અને છોકરાની કેળવણી હાલ છ વરસની ઉમ્મરે શરૂ થાય છે તેને બદલે ઘેડીયામાંથી શરૂ થાય છે. વધુ વયનું અસંસ્કારી મન અડખે પડખેના વિચાર બહુ ત્વરાથી ગ્રહણ કરે છે અને તેથી ભવિષ્યની પ્રજાના સુખને આધાર બાળવયનાં સંસ્કારે ઉપર રહે છે. ભાર મૂકીને એમ કહી શકાય કે કેળવાયેલી સ્ત્રીઓના પુત્રો ભવિષ્યની જિંદગીમાં બહુ સારું કાર્ય કરી શકે, આટલા ઉપરથી સ્ત્રી કેળવણીની જરૂરીઆત પ્રત્યક્ષ જણાઈ આવે છે.
સ્ત્રી કેળવણુની બાબતમાં બીજી જે બાબત ધ્યાન ખેચનારી છે તે એ છે કે આ પ્રકારની કેળવણી શાસ્ત્ર સમ્મત અને લોક સમ્મત છે કે
For Private And Personal Use Only