________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર
શ્રી જનધર્મ પ્રકાશ. નહિ. જૈન શાસ્ત્રની સંમતી આ બાબતમાં પરિપૂર્ણ અંશે છે. શ્રીપાળ પત્ની મયણાસુંદરીએ રાજસભામાં જે વિદ્યાવિલાસના ફળો બતાવ્યા છે. બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, દમયંતી, વિગેરે કેળવણીના પ્રતાપથી પ્રાપ્ત કરેલા સદ્ગણના ભંડારરૂપ હાઇ જિનશાસ્ત્રમાં તેઓના ચરિત્ર અનુ. કરણીય છે અને બ્રાહ્મી તે ૧૮ લીપીની માતા તરીકે પૂજાય છે. ઋષભદેવ પરમાત્માએ તેને તથા સુંદરી કે જેને ખાસ ગણિત શિખવ્યું હતું તેને બહુ સારે અભ્યાસ કરાવીને જન શાસ્ત્રમાં સ્ત્રી કેળવણીની તરફેણમાં પિતાના વિચારો સ્પષ્ટ કર્યા છે, આથી કોઈ પણ શાસ્ત્રાભ્યાસી સ્ત્રી કેળવ
ણી વિરૂદ્ધ થાય એ બનવાજોગ નથી. સામાન્ય વર્ગ પણ આ બાબતમાં હવે પૂરેપૂરી છટથી વિચાર બતાવે છે. અને જન કેમમાં ઠેકાણે ઠેકાણે કન્યાશાળાઓ સ્થાપન થયેલી જઈએ છીએ. વળી છેલ્લી કોન્ફરન્સમાં આધાર આપવા લાયક સ્થાનેથી સ્ત્રી કેળવણી સંબંધમાં અનુકુળ વિચારો બતાવવામાં આવ્યા છે. હવે તે કોઈ પણ સવાલ વિચારવા જેવો રહેતો હોય છે તે સ્ત્રી કેળવણી કેવા પ્રકારની આપવી તેજ છે.
હાલમાં સ્ત્રીયોને–બાળાઓને કેટલાક વિષ એવા શિખવવામાં આવે છે કે જે ભવિષ્યમાં તેને તદન કામ વગરના થઈ પડે, આના પરિણામમાં ગૃહકાર્યમાં ભણેલી સ્ત્રીઓ કુશળતા દેખાડી શકતી નથી. સ્ત્રીનું કાર્ય શું છે તે બાબતમાં ઓછું ધ્યાન અપાયાને લીધે આ બાબતમાં ભૂલ થઈ હોય એમ લાગે છે. સ્ત્રી અને પુરૂષના કાર્યો તદન જુદા પ્રકારના છે અને તેથી તેને માટે વાંચનમાળા પણ જુદા પ્રકારની છએ અને જ્યારે ટુંકા વખતમાં અભ્યાસ પૂરો કરવો પડે છે ત્યારે થોડા વખતમાં તે તેને એવા વિષયો શિખવવા જોઈએ કે જેથી તે ભાર્યા તરીકે, માતા તરીકે અને વૃદ્ધા તરીકે પોતાનું કાર્ય બહુ સારી રીતે બનાવી શકે. સ્ત્રીયોને ઉપયોગી વાંચન, લેખન, ગણિત, ભરત, ગુંથન, દાણું પારખવાની વિધા, પાકશાસ્ત્ર વિગેરે તરફ ધ્યાન આપવું જોઈએ, આવા આવા અનેક સ્ત્રી ઉપયોગી વિષયો તરફ ઉપેક્ષા કરવામાં આવે છે. હાલમાં વિદ્વાનોનું આ બાબતમાં ધ્યાન ખેંચાયું છે. આપણી કન્યાશાળાઓમાં આ બાબત પર એગ્ય ધ્યાન આપી શકાય. તેઓને જે ભરતકામ, અથવા ઝીક વિગેરેનું કામ શાળામાં શિખવવામાં આવે તે તેઓ પૈસાને બચાવ કરવા ઉપરાંત કાંઈ પૈસા પ્રાપ્ત પણ કરી શકે. વળી લૂગડાં શીવવાનો કસબ પણ સ્ત્રીઓને સારી રીતે શીખવી શકાય.
For Private And Personal Use Only