________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે પ્રવાસ ભગવતિ સૂરના ગહન કરવાથી શાસ્ત્રાધારે કાર્તિક વદ 9 મે ગણી પદવી આપવામાં આવી હતી. તે વખતે શ્રી અમદાવાદથી શેઠ જમનાભાઈ ભગુભાઈ તથા ઝવેરી છોટાલાલ લલુભાઈ વિગેરે ગૃહસ્થ આવ્યા હતા. પન્યાસ પદવીના ભાવ ઉપર શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ અંબાલાલ સારાભાઇ વિગેરે અમદાવાદથી "અને શેઠ પરશોતમદાસ પોપટભાઇ ખંભાતથી તથા વેરા અમરચંદ જસરાજ અને વોરા હુડીશંઘ ઝવેર વિગેરે ભાવનગરથી આવ્યા હતા. દેરાસરે અાઇ મછવ કાર્તિક વદિ 9 થી શરૂ હતા. માગશર સુદ ૩ ના પ્રાત:કાળમાં નંદી માંડીને મુનિરાજ શ્રી નેમવિજયજી એ ક્રિયા કરવી શરૂ કરી હતી. પન્યાસજી શ્રી ગંભીર વિજયજી ક્રિયા કરાવતા હતા. આ સંધ એક મ હતો. વળાના દરબાર શ્રી વખતસંહજી પણ પન્યાસ પદવીના મુહુર્ત વખતે પધાર્યા હતા. ચતુર્વિધ સંઘ સમક્ષ મુકરર કરેલે મુહુર્ત પન્યાસજી શ્રી ગંભીર વિજયજીએ પન્યાસ પદવી આપી હતી. સુનિરાજ શ્રી નેમવિજયજી તે વખતધી પન્યાસ શ્રી નેમવિજયજી ગણી કહેવાયા છે.-એ વખતે ચતુર્વિધ સંઘને ઘણે હર્ષ થયું હતું. અને શ્રાવક વર્ગ હત્યત્તિના ચિન તરિકે એકેક કપડે વહોરાવ્યો હતો. ત્યારબાદ શ્રી સિદ્ધાચળજી તીર્થની સન્મુખ-જ્યાંથી એ તીર્થના દર્શન થઈ શકે છે ત્યાં મોટી ધામધુમ સાથે સર્વ સાધુ સાધ્વી સહીત વરઘોડે ચડાવીને જવાનું બન્યું હતું. દરબારશ્રી તરફથી તમામ રાજ રયાસત વરઘોડા માટે આપવામાં આવી હતી, તે દિવસે શ્રી અમદાવાદના ગૃહસ્થા તરફથી નવકારશી કરવામાં આવી હતી. બહાર ગામથી પુષ્કળ માણસો આવ્યું હતું. શુદિ ૪ થે યાત્રાને વરઘોડે ચડાવવામાં આવ્યો હતો અને તે દિવસે શ્રી ભાવનગરવાળા વોરા અમરચંદ જસરાજ, વેર ઝવેર સુરચંદ તથા શા. આણંદજી પરશોતમ તરફથી નવકારશી કરવામાં આવી હતી,
વળામાં પ્રથમ એક ઘણું નાનું દેરાસર હતું કે જેના ગર્ભગૃહમાં બે ત્રણ માણસ પણ મુશ્કેલી એ ઉભા રહી શકે તેમ હતું. તેથી તે અડગણ દૂર કરવા માટે તે દેરાસર પાસેજ એક મોટું શિખરબંવ દેસર હાલ માંજ બવાવવામાં આવ્યું છે. તેમાં પધરાવવા માટે મૂળ નાયકના બિંબ ઘણા સુંદર શ્રી બુરાનપુરથી લાવવામાં આવ્યા છે. આ દેરાસર
For Private And Personal Use Only