________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી જૈનધર્મ પ્રકાશ. નવમી દરખાસ્ત સંબંધી નિર્ણય કરવાને માટે સીલેકટ કમીટી નીભવાની સત્તા જનરલ સેક્રેટરીઓ તથા પ્રમુખ સાહેબને આપવામાં આવી હતી.
રીસેપ્શન કમીટીના પ્રમુખ સાહેબ તથા કોન્ફરન્સના પ્રમુખ સાહેબનું ભાષણ દૂર સુધી નહીં સંભળાવાના કારણથી દરખાસ્ત મુકનાર વિગેરે વકતાઓને બોલવા માટે બીજે દિવસે મંડપના મધ્ય ભાગમાં એક નાનું સુશોભિત સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. તેની ઉપર વકતાઓને ટાઈમ સંબંધી ચેતવ શું આપવા માટે જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ચીફ સેક્રેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદની બેઠક ગઠવવામાં આવી હતી.
વકતાઓના સંબંધમાં કેટલાક રૂલ ઘડી કાઢી સબજેકટ કમીટીમાં મંજુર કરાવ્યા હતા. અને વકતાઓને તેની માહીતી આપવામાં આવી હતી.
બીજે દિવસભાદરવા વદિ ૧૪ રવીવાર તા. ૨૦-૯-૧૯૦૩
પ્રમુખ સાહેબ પિતાને સ્થાને બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું. પ્રથમ પ્રમુખ સાહેબ તરફથી નીચે જણાવેલ બે દરખાસ્ત તેમના પુત્ર રાયકુમારસિંહે મુકી હતી. તે બંનેને વકીલ મુલચંદ નથુ ભાઈએ ટેકો આપ્યા બાદ તે ઠરાવ તરીકે સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧ લે. (પહેલી કોન્ફરન્યાની નોંધ અને મી. ઢઢાને ધન્યવાદ બાબત.)
આપણા સાત ક્ષેત્ર, (૧ જનબિંબ ૨ જીનમંદિર ૩જ્ઞાન ૪ સાધુ ૫ એવી ૬ શ્રાવક ૭ શ્રાવિકા ) માંના દરેક ક્ષેત્રની યોગ્ય વ્યવસ્થા થવા માટે એટલે કે આપણું જૈન સમુદાયની ધાર્મિક, સામાજિક અને નૈતિક સ્થિતિની એક્યતા પર્વક દેશકાળ અને નુસાર ઉન્નત્તિ ક્રરવા માટે દેશદેશના જન સંધના તથા મંડળના પ્રતિનિધિઓને તથા વિદ્વાન વક્તાઓને આમંત્રણ કરી સમયે ચિત વિવેચન તથા ઠરાવ કરવા સારૂ આપણી જેન કેન્ફરન્સની પહેલી બેઠક જ્યપુરના ડીસ્ટ્રીકટ માજીસ્ટ્રેટ આપણું વિદ્વાન
For Private And Personal Use Only