________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ૩૧ હતે. મેટા મેટા ધ્વજાઈડ નાખીને તેની સાથે લેકે જેવા લલચાય એવા ચિત્રવાળા પાટીઆઓ જડી દીધા હતા.ગ્રીષ્મઋતુ હેવાથી દર્શન કરવા આવનારને અગવડ ન પડવા માટે માર્ગમાં નાના નાના પાંચ તંબુઓ નાખી તે સાથે પુષ્કળ છાંયે બાંધી ચોકી પહેરાને તથા પાણીની પરબેને મધ્ય રાત્રી સુધીને માટે બંદોબસ્ત કર્યો હતો. માર્ગમાં પણ દીપક શ્રેણી ગોઠવી દીધી હતી. ડિલી બહારના લઘુ મંડપને રંગ બેરંગી ફાનસેથી અને સુશોભીત રાજ્યચિન્હોથી શોભાવી દીધું હતું. ટુકામાં બની શકે તેટલી શોભા અને બની શકે તેટલી સગવડ કરવામાં કોઈ પ્રકારની કચાશ રાખવામાં આવી નહોતી.
મેરૂશિખરવાળે મંડપ સર્વ કરતાં વધારે ચિત્તાકર્ષક બનાવવામાં આવ્યા હતું. તેમાં પાંડુક વન, મનસ વન અને નંદનવનમાં ચાર ચાર જિન મંદિરે કરીફટની જેમ ઝુલતા બનાવવામાં આવ્યા હતા. નંદનવનના ચારે મંદિરે બહુ નીચા ઠીક ન લાગે માટે તે કરતાં જરા ઉંચા ગોઠવ્યા હતા. મેરૂને આબેહુબ સુવણનો જ બનાવી દીધું હતું. ચારે તરફ ડુંગરનો દેખાવ કરવામાં આવ્યો હતો અને તેના ગાળામાં કૃત્રિમ લીલોત્રી કાગળની બનાવીને પુરી દેવામાં આવી હતી. નંદન વનને જુદા જુદા ધાન્ય વાણી-ઉગાડીને હરી આળું બનાવી દીધુ હતું. ભૂમિતળ ઉપર ભદ્રશાળવનની ચાર ગજદંતાની, તથા દેવકુફ ઉત્તરકર વિગેરેની રચના કરવાની હતી પરંતુ વખતના સંકેચને લીધે બની શક્યું નહોતું. ત્રણ વનને બાર સિદ્ધાયતનોને સ્થાને બાર દેરીઓ તમામ કાચની બનાવી હતી અને મધ્યની ચૂળિકા ઉપરની દેરી તો અત્યંત સુંદર બનાવી હતી કે જે રેશન વખતે સ્થાટિકમય હોય તે દેખાવ આપતી હતી. અન્ય ઘણી જગ્યાએ મેરૂની રચના તો થઈ હશેપરંતુ આ રચના તો ખરેખરી અભૂતજ બની હતી.
વૈશાખ શુદિ ૧૦ બુધવારે પ્રભાતમાં આખે સંધ દાદાસાહેબની વાડીમાં એકઠો મળ્યો હતો અને બરાબર આઠ કલાકે કુંભસ્થાપન ત્રણ સ્થાનકે કરવામાં આવ્યું હતું. ૧ મૂળ દેરાસરમાં, ૨ સામેના દેરાસરસ્સાં અને ૩ મૂળ નાયકવાળી વેદી પાસે કુંભસ્થાપનની સાથે જુવાર વાવવામાં આવ્યા હતા. અને મેરૂ પર્વત ઉપર બાર દેરીઓમાં ૧૨ અને મુખ્ય દેરીમાં ચામુખના ૪ મળી કુલ ૧૬ જિનબિંબ એક સાથે પધરાવવામાં આવ્યા હતા ચંદ્રથી રાત્રી અને જળથી સરોવરની જેમ પ્રભુ પધરાવવાથી દેરીઓની અને મેરને શેભામાં અત્યંત વૃદ્ધિ થઈ હતી.
For Private And Personal Use Only