________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ર૯ ચોથા ભાગનું જનવર્ગને થયું અને બાકીનું બીજાઓને થયું. પ્રતિષ્ઠા સં. બંધી કાર્યમાં ખલેલ આવી પડી, લોકોના દિલ તે બાબતને વિચાર કરતા બંધ પડી ગયા. અગ્નિએ પણ ત્યારપછી બે ચાર વખત સહેજસાજ દેખાવ આપ્યા કર્યો. ધીમે ધીમે માણસના દિલ કાંઈક શાંત થવા લાગ્યા.
ચિતરવદિ ૧૧ શે ફરીને સંધ એકઠા થયો. વૈશાખ શુદિ ૪ બહુ નજીક હોવાથી હવે પહોચી શકાય એમ ન જણાવવાને લીધે બીજું મુહુર્ત લેવાનો વિચાર કર્યો.પ્રવીણ જોશીઓને પન્યાસજી પાસે બોલાવ્યા અને વૈશાખ વદિ ૨ નું મુહુર્ત મુકરર કરવામાં આવ્યું, તેના અંગના બીજા મુહુને પણ નિરધાર કર્યો અને બંધ પાડેલા મંડપ વિગેરેના કામે પાછાં શરૂ કરવાના હુકમ અપાયું. ધીમે ધીમે પણ સારા ઉત્સાહથી કામ આગળ ચાલ્યું. પ્રથમ કરેલું માંડવા મુહુર્ત ફેરવીને વૈશાખ શુદિ ૪ થે ફરીને માંડવા મુહુર્ત કરવું ઠર્યું. કોની પાસે માંડવા મુહુર્ત કરાવવું એને વિચાર ચાલતાં ભોળા દિલવાળા અને જુના જમાનાના વોરા જસરાજ સુરચંદ પાસે કરાવવું ઠર્યું, તેઓએ ઘણા હર્ષ સાથે સ્વીકાર્યું અને શ્રી સંઘના ઉત્સાહ વચ્ચે વૈશાખ શુદિ ૪ ના દશ કલાકે તેમણે હાર્ષિત ચિત્ત માંડવા મુહુર્ત કર્યું. તેજ અવસરે દેરાસરજીના મધ્યમાં મૂળનાયકજીને પધરાવવા માટે વેદી રચવામાં આવી. આજે આકાશ ઘણું સ્વચ્છ હતું, જેનો ઉત્સાહ તાજો થયેલો જતો હતો અને વહેમ ભરેલા વિચારે નિર્મળ થયેલા માલમ પડતા હતા.
ત્યારબાદ વૈશાખ શુદિ ૫ મે શહેરની અંદર પધરાવેલા મૂળનાયકજીના બિંબને વૃષભના વાહનમાં પધરાવી ઘણી ધામધુમ સાથે અને મોટો વરઘેડ ચડાવીને દાદાવાડીએ લઈ જવામાં આવ્યા અને બરાબર વિજય મુહુર્ત જિન. મંદિરમાં પ્રવેશ કરાવી તેમને માટે નિર્માણ કરેલી વેદી ઉપર પધરાવવામાં આવ્યા. રાજાના આવવાથી જેમ રાજ્યની શોભા વૃદ્ધિ પામે તેમ મૂળનાયકજીના પધારવાથી દેરાસરજી દીપી નીકળ્યું, લોકોના વિચાર પણ બહુ સુધરી ગયા, શાંત વૃત્તિએ ખેદવાળી વૃતિને પલાયન કરાવી પોતાનું રાજ્ય ફેલાવવા માંડયું. જૈન સમુદાયના ઉત્સાહમાં નવું તત્વ ઉમેરાયું, કામકાજમાં શિપ્રતાએ પ્રવેશ કર્યો અને લોકો પિતાને મળેલા દ્રવ્યને સાર્થક કરવાની આ ઉત્તમ તક મળી છે એમ માનવા લાગ્યા.
આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં મૂળનાયકવાળા ગર્ભગૃહમાં ૮ બહાર ગોખલામાં ૨, સામા પુંડરિકજીવાળા દેરાસરમાં કાઉસગી આ સુધાં પ, અને મૂળ દેરાસરજી ઉપરના ત્રણ શિખરની અંદર ત્રણ ગભારામાં ૧૦ કુલ ૨૬ બિંબ પધરાવવાનો
For Private And Personal Use Only