SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળસેન. દગ્ધ થયેલા માતા પિતાને તારા દર્શન રૂપી જળથી શાંત કર.” એ સાંભળી રાજાના મનમાં અત્યંત ખેદ થયો. વિચાર્યું કે માતા પિતાનો આ નિવિડ રાગ વર્તે છે અને હું તો તેમને તદન ભૂલી જ ગયો આહા જગતમાં આ પ્રેમ અલોકિક છે. મેં તે કુલિંભર થઈને માતા પિતાને વિસારી દીધા. હવે એકદમ ત્યાં જઈને તેમને આનંદ પમાડું. એમ ધારી મતિર્ધન નામે મંત્રીને સર્વ રાજ્યભાર સોંપી પોતે પ્રસ્થાન મંગલ કર્યું. ઘણુ હસ્તિઓ, ઘણા અ અને અગણિત સેનાએ પરિવૃત્ત, રસ્તામાં પાંચજનોથી પૂજાયેલો, કુતુહલી લોકોથી પગલે પગલે લેવાયેલો તે રાજા, રસ્તામાં અનેક ચેત્યોમાં અર્ચા કરતો, મુનિ મહારાજોને દાન દે, જીળું દેરાસરોના ઉદ્ધારની ગોઠવણ કરતે, અમે દીનજને ઉપર અનુકંપા કરતે પિતાના નગરને પરિસરે આવ્યા. પિતાએ તે વૃત્તાંત જાયે એટલે સામે આવી પિતાની બે ભુજાવડે ચંદનથી પણ શિતળ એવા પુત્રના વક્ષસ્થળને આલિંગન કરી, વિરહથી સંતપ્ત થયેલ હૃદયને શાંત કર્યું. પછી પુત્રને પોતાની સાથે હસ્તિ ઉપર બેસારી નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરમાં પ્રતિહારે પારજનો જેનો આદર સત્કાર કરી રહ્યા છે, જેની બે પાસે વેત ચામર વીંજાઈ રહ્યા છે અને સેંકડો લોકો જેના દર્શનથી આનંદ પામી રહ્યા છે એવો તે કુમાર રાજ્યમહેલમાં આવ્યું. ત્યાં આવી હર્ષથી જેના નેત્રમાં આજળ આવ્યા છે એવી માતાને વિનય પૂર્વક નમન કર્યું અને ચિરકાળથી તેના હૃદયમાં રહેલ વિરહ દુઃખ વચન છલથી દૂર કર્યું તે સમયે માતાએ કહ્યું-વત્સ ! હું તો વજીવત કઠોર છું કે જેથી તારા વિના પણ આટલે કાળ સુધી જીવતી રહી. હવે જે ભાગ્યના યોગથી તું મળે. તેજ ભાગ્યના ચોગે તું વટની શાખાની જેમ પુત્ર, કલત્ર અને રાજ્યલમીથી વૃદ્ધિ પામ અને ચિરંજીવ! “અહો ! જગતમાં માતાનો પુત્ર ઉપર કેવો અવર્ણનીય ને છે ? જે પુત્રે આવા પ્રેમના બદલામાં તેઓને જે પ્રકારે સુખ ઉપજે તેમ નથી કરતા તેને કેવા મુર્ખ કહેવા. વાંચનાર! તે ઉપર વિચાર કરજે અને તું તેવા મૂર્ખની ગણનામાં ન ગણાય તેને વિચાર રાખજે.” માતાએ એવી આશિષ આપ્યા પછી વારંવાર તેમને નમસ્કાર કરી પ્રધાન વર્ગને મળ્યો. સૌને અરણ્યરસ સુખ સમાચાર પછી વિસર્જન કર્યા. સુખ સમાધિમાં પિતાની સાથે કાલ નિમન કરવા For Private And Personal Use Only
SR No.533088
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy