________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા.
આ પ્રમાણે જિનેશ્વરની અંગ પૂજામાં તેમજ અગ્ર પૂજામાં અનેક પ્રકારે જયણાની જરૂર છે. ભાવ પૂજા કરતાં પણ જયણાની જરૂર છે. ખમાસમણ દેતાં પગ મુકવાની-ઢીંચણ સ્થાપવાની જમીન ત્રણ વખત પ્રમાવી જોઈએ કે જેથી કોઈ જીવ નીચે આવી ન જાય. શ્રાવકને જિન મંદીરમાં જાળવવાના દશ ત્રીકમાં એજ કારણ માટે પદ ભૂમિ પ્રમાર્જન લીક કહેલું છે. ખમાસમણ દીધા પછી ચૈત્યવંદન સ્તવનાદિક કહેતા ઊત્તરાસણનો છેડે મુખ પાસે રાખી ઉપયોગ પૂર્વક ત્રણ આલંબન જાળવતાં શબ્દોચ્ચાર કરવા જોઈએ.
આ જયણાના વિષયમાં જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે. કારણ કે જયણાની ખાસ જરૂર છતાં તેને ઉપયોગ-સ્મરણ આપણું જૈનબંધુઓને બહુ જ ઓછું છે. ગ્રહકાર્ય, વ્યાપાર સંબંધી કાર્ય કે ધર્મ કાર્ય એ સર્વેમાં દરેક બાબતમાં જયણાની જરૂર છે અને એને માટે ગફલત દેખાતી હોવાથી લખવાની પણ જરૂર છે પરંતુ હાલતો માત્ર જિન પૂજાના સંબંધમાં જ જયણાની જરૂરીઆત વિષે સંક્ષિપ્ત લખીને એ વિ. વયનો ઉપસંહાર કરીએ છીએ.
અપૂર્ણ;
માયા.
(માલિની.) कुशल जनन वंध्यां, सत्य सूर्यास्त संध्यां । कुगति युवति मालां, मोह मातंग शालां ॥ शम कमलहि मानी, दुर्यशो राजधानीं। व्यसन शत सहायां, दूरतो मुंच मायां ॥ १॥
કુશળતાને ઉત્પન્ન કરવામાં વધ્યા સ્ત્રી રૂ૫, સત્યરૂપ સૂર્યના અસ્તને માટે સંધ્યા ટૂલ્ય, દુર્ગતિરૂપી સ્ત્રીની વરમાળારૂપ, મોહરૂપમાતંગને બાંધવાની શાળા તૂલ્ય, ઉપશમરૂપ કમળનો નાશ કરવાને હિમ સદ, અપયશની તો રાજધાનીજ અને સેંકડો કષ્ટની સહાયક એવી માયા પ્રત્યે હે ભવ્ય પ્રાણ ! દૂરથી જ તજી દે.”
માયા-કપટ કરનાર મનુષ્ય જે કે પિતાના લાભને માટે જ તેમ
For Private And Personal Use Only