________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ. ચોથી ધુપ પૂજામાં નિર્ધમ અગ્નિ જોઇએ અને તેને માટે ધુપધાણા ઉપર છીદ્રો પાડેલું ઢાંકણું હોવું જોઈએ કે જેથી ધુપ સંબંધી ધુમ્ર બહાર નીકળી શકે અને ઊડતા જીવો અગ્ની ઉપર પડી ન શકે. આ બાબતમાં પણ જયણાની ખાસ જરૂર છે.
પાંચમી દીપ પૂજામાં દીપક ફાનસમાં હોવો જોઈએ અથવા દીપકની ઉપર છીદ્રવાળું મોટું ઢાંકણું હોવું જોઈએ. આ સંબંધમાં એટલે સુધી કહેવાની જરૂર છે. કે દેરાસરમાં દીપમાળા કરવાના ઊત્સાહવાળા જેન બંધુઓએ ત્રસજીની જયણા સંબંધી અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ. કઈ પણ વૃક્ષના ફળની વાંછા કરનારે જેમ તે વૃક્ષની સર્વ પ્રકારે સંભાળ રાખવી જોઈએ છીએ. અને તેજ તેના સુંદર ફળને પ્રાપ્ત કરી શકે છે તેમ જિનેશ્વરની ભક્તિના ફળની વાંછા કરનારે પણ તેમની આજ્ઞાના પરિપાળનની સર્વ પ્રકારે સંભાળ રાખવી જોઈએ એટલે કે જીવ દયા અને જયણા અવશ્ય કરવી જોઈએ. દિવસે કે રાત્રીએ એક પણ દીવ જિનેશ્વર સમીપે ઊઘાડે નહીં હોવો જોઇએ. ભક્તિ માટે પ્રકાશ કરવાની જરૂર છે તે તે કાચના ફાનસ વગેરેથી થઈ શકે છે માટે તેનો ઉપયોગ ન રાખતાં ઊઘાડા દીવાઓ મુકીને જે પ્રાણીઓ અનેક ત્રસજીવો ઝંપલાઇને પડતા દેખે છે છતાં તે બાબતની ઉપેક્ષા કરે છે તેઓ જિન ભકિત સંબંધી ફળના બોતા થતા નથી. આ સંબંધી ઉપયોગ વીનાની સ્થિતિ બહુ સ્થાને દેખવામાં આવે છે માટે અવશ્ય સુજ્ઞ જૈનબંધુઓએ એ પ્રમાણે ચાલુ સ્થિતિ ન રાખતા તેમાં “સુધારણા કરવી જોઈએ.
છઠ્ઠી અક્ષત પૂજામાં અક્ષત શુદ્ધ હોવા જોઈએ. તેમાં જીવોનો સટ્ટભાવ હેવો ન જોઈએ. કેટલીએક વખત અજ્ઞાની જનોએ મુકેલા ચોખામાં ધનેડીઓ પ્રત્યક્ષ દેખાય છે. માટે તે સંબંધમાં જ્યણા રાખવી જોઇએ.
સાતમી ફળ પૂજામાં કઈ પણ ફળ ત્રસજીવો પડેલું અથવા પંખીએ ટોચેલું કે કોહેલું ચડાવવું ન જોઈએ.
આઠમી નૈવેદ્ય પૂજામાં પણ ચળીત રસ થયેલ-કાળ વ્યતીત થયેલ નવેધ ન હોવું જોઈએ. ત્રસજીવો ચડેલા ન હોવા જોઈએ તેમજ મુક્યા પછી તેના ઉપર ચડીને, બેસીને કે પડીને ત્રસજીવોની હાની થાય તેમ ન મુકવું જોઈએ. પ્રવાહી સ્થિતિવાળું અને ઊષ્ણ નૈવેદ્ય હોય તે અવશ્ય તેના ઉપર કાંઈક ઢાંકવું જોઈએ જેથી ઊડતા જીવોની જયણા પળી શકે.
For Private And Personal Use Only