________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળસેન. कमलसेन.
સાંધણ પાને ૧૪ થી. ચોથી ગુણસુંદરી જ્યારે યૌવન અવસ્થા પામી ત્યારે તેના પિતાએ શ્રાવસ્તી નગરીના પુરોહિત પુત્ર વેરે વિવાહ કર્યો. તેવા સમયમાં એક દિવસ તે નગરના રહેનાર વેદશર્મ બ્રાહ્મણના વેદરૂચિ નામે પુત્રે તેણીને જોઈ. અવર્ય રૂપવાળી જોઈ મનમાં ચિંતાવા લાગે કે જે લક્ષ્મીની જેમ આ મૃગાક્ષી મારા ઘરમાં વાસ ન કરે તે આ જન્મ નિષ્ફળ છે. બ્રાહ્મણ એવી રીતે ચિંતવન કરે છે તેવામાં તે બાળા દ્રષ્ટિ બહાર ગઈ. વેદરૂચિ તે ચિંતવનમાં ત્યાંને ત્યાં મૂઢની જેમ ઉભો રહ્યા. સાથેના મિત્રએ તેની સર્વ ચેષ્ટા લક્ષણથી જાણું અને ઘણા આગ્રહે ઘરે લાવ્યા. ઘરે આવી તેના પિતાને સર્વ વાત જણાવી. તેણે પુત્રના સ્નેહથી આકર્ષાઈને ગુણસુંદરીના પિતા પાસે જઈ તેની યાચના કરી તેણે જણાવ્યું કે તેને વિવાહ શ્રાવસ્તીના પુરોહિત પુત્ર વેરે કર્યો છે માટે હવે નિરૂપાય છે તમે જાણે છે કે ઉત્તમજને એક વખત બોલી ચુક્યા તે ફરેજ નહિ.” એમ તેના મનનું સમાધાન કર્યું. પિતાએ ઘરે આવી પુત્રને સર્વ સમાચાર જણવી તે વાત મનમાંથી દૂર કરવા કહ્યું પરંતુ વેદરૂચિનો રાગ ગુણસુંદરી ઉપરથી ખસે નહિ. તેણે તેને માટે તંત્રનું ધ્યાન કરવા માંડયું, દેવાની માનતા માની અને બીજા ઘણા ઉપાય કર્યા પરંતુ તે સર્વે ફોકટ હતા અને ફોકટ ગયા. પુણ્યવિના કોઈપણ વસ્તુ પ્રાપ્ત થતી જ નથી. સંચિત પ્રમાણેજ માણસોનો યોગ આવી મળે છે માટે તે સિવાય જે કરવું તે નિરર્થક ફાંફાંજ સમજવા.
ત્યારપછી શુભ દિવસે શ્રાવસ્તીના પુરોહિત પુત્ર પુણ્યશામાએ ત્યાં આવી તે કન્યાનું પાણિગ્રહણ વિધિપૂર્વક કર્યું. કેટલાક દિવસ ત્યાં રહી ગુણસુંદરીને સાથે લઈ તે પોતાના નગર પ્રત્યે ગયો. આ સર્વ વૃત્તાંત જોઈ-જાણીને વેદરૂચિ તે જાણે ઉન્મત્ત હોય, કેફ કર્યો હોય તેમ દિમ્ મૂઢ થઈ ગયો. કાર્યકાર્યમાં તેની બુદ્ધિ જડ થઈ ગઈ. જાણે જીવતે જીતે અચેતન હોય તેવો થઈ ગયો. પિતા અને મિત્રોએ ઘણી રીતે સમજાવ્યો પણ માન્યો નહિ અને ઘર તથા દ્રવ્ય તજીને શ્રાવસ્તી તરફ જવા નિ કળે. રસ્તે પર્વતોની ખીણમાં કોઈ પલ્લી આવી ત્યાં તેણે વિશ્રામ લેવાને
For Private And Personal Use Only