________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ
પિતાની સખીને મોકલી. શેઠે તે સખીને કહ્યું કે હું નપુંસક છું તેથી તારી રાણુની વાંચ્છના પૂર્ણ કરવા શક્તિમાન નથી. સખીએ રાણુ પાસે આવીને તે પ્રત્યુત્તર કહી સંભળાવ્યો. એકદા સુદર્શન શેઠની સ્ત્રીને પુત્ર સહિત રાજ્ય માર્ગે જતી જોઈને રાણીએ પોતાની દાસીને પુછયું કે આ સ્ત્રી કોણ છે અને તેની સાથે પુત્ર છે તે કોના છે ? દાસીએ ઉત્તર આપે કે “સ્વામિની ! આ શહેરમાં સુદર્શન નામે એક ઉત્તમ શેઠ રહે છે તેની એ અનિરૂપવતી સ્ત્રી છે અને પુત્ર પણ તેના જ છે” રાણીએ વિચાર્યું કે શેઠ જે નપુંસક હેય તે તેને સંતતિ હે જ નહીં માટે જરૂર મને ખોટો ઊત્તર આપીને છેતરી છે. પણ ફિકર નહીં હવે કોઈ અવર ઉપાયવડે મારી વાંછના સફળ કરીશ. પછી એક ખિત કોઈ પ્રપંચવડે કાંઈક ખાસ કાર્ય બતાવીને શેઠને પિતાની પાસે બોલાવ્યા. એકાંતમાં જઈને કામની પ્રાર્થના કરી. શેઠે બહુ પ્રકારે સમજાવી પરંતુ કામાતુર મનુષ્ય અંધ થઈ જાય છે, તેને કૃચા કૃત્યની સમજણ રહેતી નથી. એટલે તેણે શેઠની વાત માન્ય કરી નહીં. અને અત્યંત આતુરતાથી શેઠની પ્રાર્થના કરવા લાગી. તે સાથે એવો ભય પણ બતાવ્યું કે જે મારી વાત માન્ય નહીં કરો તો તમારા પ્રાણનો નાશ થશે. શેઠ શીયળને વિષે અત્યંત દૃઢ હોવાથી કિંચિત પણ ડગ્યા નહીં અને ચોખી ના પાડી. એટલે રાણીએ સ્ત્રી ચરિત્ર કરી એકદમ પોકાર કર્યો. અને પિતાના શરીર ઉપર નખના ક્ષત વિગેરે પાડીને કોળાહળ કરી મુક્યો કે “આ શેઠને મેં કાર્ય માટે અહીં લાવ્યો તેમાં તેણે મારી લાજ લીધી.” એકદમ સીપાઈઓ દોડી આવ્યા અને શેઠને બાંધી લઈ રાજાની પાસે રાજ્ય સભામાં ઊભા કર્યા. રાજાની રાણીની લાજ લુટવાના મહાન અપરાધમાંથી છુટવું મુશ્કેલ હતું. કેમકે એક તે પારકા છિદ્ર પ્રદર્શિત કરવાનું શેઠે યોગ્ય ગયું નહીં એટલે તેણે રાણીના કૃત્યની વાત પ્રગટ ન કરી અને બીજું એ કે તેવી વાત કદી પ્રગટ કરેતો માન્ય પણ કેમ થાય ? એકદમ રાજાએ ક્રોઘાંધ થઈને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. રાજ્ય સેવકોએ વધ કરનારા મનુષ્યોને સોંપી દીધા. તેણે અનેક પ્રકારની વિટંબના કરી અને નગર માં ફેરવી સ્મશાન ભૂમિમાં શૂળીએ ચડાવવા લઈ ગયા. અહીં તેની પતિવ્રતા સ્ત્રી મનોરમાને ખબર પડી એટલે એકદમ તેણે સાગારી ચારે આહારના પ્રત્યાખ્યાન કરી શાસનદેવતાનું સ્મરણ કરીને કાયોત્સર્ગ કર્યો. શાસન દેવતાએ સુદર્શન શેઠની સહાય કરવા માટે જેવા તેને થળી ઉપર ચડાવ્યા કે
For Private And Personal Use Only