SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેએ ભેટ્યાં અને પાછુ ઉમેર્યુ છે કે મારા મૃત્યુ બાદ મારા કુટુબીજને, મારા સ સ તાના, સ્નેહી મારી આવી તીવ્ર અભિલાષાના વિચાર કરે અને મારા એવા મૃત્યુનુ' જરાય દુઃખ ન લગાડે, પણ મારી ઈચ્છા પાર પડી છે તેના આનંદ અનુભવે. જે બની ગયું છે તે મિથ્યા નથી થવાતું, પણ બાપુજી માટે તે ફક્ત પિતા નહિ પણ બાપુજીમાં તે! (માતા, મિત્ર, સ્વજન, વડીલ, સસ્ત્રના દર્શન થતાં) બધું આવી જતું-મન આક્રંદ કરી ઊઠે છે કે આ શું અની ગયુ? ખાપુજી ચાલ્યા ગયા મળવા ય ન રહ્યાં. ફક્ત મૃતદેહુ જ જોવા મળ્યા. તેમની કઇ સેવા ન કરી શકયા, છેલ્લે ટાઇમે અમને ખબર ન પડી, કંઈ ધમાઁ ન સભળાવી શકયાં ( પણ એમના ખીસામાંથી ભક્તામર સ્તેાત્રની ગાથાએ નીકળી હતી, તે કઠસ્થ કરતા) કઇંક મનમાં અસેસ થયા કરે છે, પણ પછી તા એમની ડાયરી વાંચતા પોતે લખ્યુ` છે કે હું મારા મૃત્યુના ટાઇમે મે' શુદ્ધિ ગુમાવી હશે કે ન મૃમાવી હશે, પણ મારા હૃદયમાં તા એ વખતે આ લાઇનેા જ રમતી હશે. ( જુલાઈ ૧૯૫૩માં શિક્ષણ સંઘની પરીક્ષાના પેપર તૈયાર કરતાં કરતાં · સંથારા પેરિસી સૂત્ર’ વાંચવામાં આવ્યુ ત્યારની આ વાત ડાયરીમાં લખે છે કે ‘આ સૂત્ર સાધુ મહારાજ એલી ગયા હશે, રાત્રિ પેષધમાં પણ આ સૂત્રમાં આવી સરસ હકીકત કહેવામાં આવી છે તે આજે જ ખબર પડી. આખુ સૂત્ર લખ્યું છે. ) એગેડુ' નથિ મે કેવ, નાહમન્નલ્સ કસૃવિ । એ અઢીણુમણુસા, અપાણુ મણુ સાસઈ ।। મરણની કેવી ભવ્ય તૈયારી! કેટલાં વર્ષો પહેલાં કરી હતી ત્યારે તે તેમની 'મર ફક્ત ૪૫ વર્ષની. આ પ્રસંગ ૧૯૫૯ના છે. નવેમ્બરની ૧૭મીએ મારા લગ્ન થયાં તે પહે લાંના ડાયરીમાં પાતે લખે છે કે ‘અરૂણાના લગ્ન વખતે, સાચા હીરા અને સાચા દાગીનાની કિંમત કરતા અધિક એવું મારે કંઇક આપવુ` છે, અને તેથી જ આ પુસ્તિકાની મેટર તૈયાર કરવામાં મે' જે રસ લીધેા છે તેટલે રસ લગ્નના કાઈ કાર્યમાં મને આવવાને નથી ચિ. બેન અરૂણાની ગૃહસ્થાશ્રમની દીક્ષા વખતે એવી પુસ્તિકા બહાર પાડી હતી. તેમાં ટેલ્સ્ટોય, ખલિલ જિબ્રાન, અરવિંદ અને આપણા જૈન સાહિત્યમાં પણ સદૃવિચારો, સારા વાકયે।. વિ. લખ્યું છે.લગ્નને દિવસે વિદાય વખતે હું ખૂબ રડી. હૃદય તે બાપુજીને છોડીને જતાં ભાંગી ગયુ હતુ જેનુ વર્ણન થાય તેમ નથી. હું ચારેય ભાઇ–મેનેામાં નાની, અને મારા લગ્ન પછી બાપુજીના મનમાં એવી ઇચ્છા ખરી કે મુંબઇ છેાડીને કેઇ એવી શાંત જગ્યામાં કાંઇક આધ્યાત્મિક વિકાસ સાધવા જવુ, તેથી બાપુજી હવે મુંબઇ છેડી દેશે એ વિચારના સતત ભય રહેતા. વિદાય વખતે સદેશાની ચેાપડીમાં લખ્યુ` છે કે, જીવનના મધ્યાહ્નકાળે માતા મલે જેણે માતા બની મારી કાળજી, ધ્યાન અને સંભાળ રાખી તે અરૂણાને સપ્રેમ ભેટ. મે' બીજે દિવસે બાપુજીને કહ્યું કે તમે લખ્યું છે, પણ હું એને લાયક છું? અમારે તા તમે જ માતા, તમે જ પિતા. તમે અમને કાઇ પણ પ્રકારનાં પ્રેમથી વચિત રાખ્યાં નથી. મા તા તમારી મહાનતા દેખાડે છે, પણ આજે લાગે છે કે બાપુજીએ અમારે માટે સતાનાને ખાતર જે ભેગઆપ્યા છે તે ખરેખર અવર્ણનીય છે, અને એ જાન્યુ.ફેબ્રુઆરી, ૧૯૭૭ For Private And Personal Use Only હોરે :
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy