________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને શ્રદ્ધાંજલિ
રચયિતા : જયંતિલાલ એમ. શાહ-પાલીતાણા
( છંદ અનુષ્ટ્રપ) શ્રી અને સંપત્તિથી, હતા જે નિરાલંબ; મન વચન ને કાયાથી, કાર્યો માટે અવલંબ. નથી કામના રાખી, કીતિ કે શ્રેયઃ તણી; સુતાને જે જગાડીને, આત્મભાવે હતા ધણી. ખલ અને દુષ્ટ લોકોને, સંવેદને જગાવતા લાલન પાલન પ્રેમથી, સદ્દબોધ અપાવતા. લખ્યું છે ઘણું પત્રોમાં, યાદી નિરંતર આવશે; તારું મારું રાખ્યું નથી, સૌને વાંચવું ગમશે. રાજગી હતા સદા, નિજાનંદે રમણતા; ચંદ્ર સમ હતા સોમ્ય, ચાંદની પ્રસરાવતા. દમ કર્યું ઈન્દ્રીય તણું, ધર્મ પ્રત્યે અમલતા; મહા જ્ઞાની હતા છતાં, નહિ જરા અભિમાનતા. હે કુદરત કેવી ક્રૂર, પંઝે પાડો કાળને; તારા કર્મથી લોકે, સમજી ના શકે જાળને. નેત્ર ધારા વહે છે જ્યાં, પુન્ય પવિત્ર યાદમાં; શ્રવણે દુઃખી થાય છે, મહા માનવની યાદમાં. ધાર્મિક કાર્યો માટે, ખોટ પડતી મહાનવી; જશે તેને સંભારશે, કાર્ય માટે બહનવી. લિખિતંગ જયંતીના, શ્રદ્ધાંજલી સ્વીકારશેઃ સ્વર્ગના હેમ દ્વારેથી, આશીર્વાદ જણાવશે.
•
દેહેરે
કે
જિs .
એક જ અક્ષરમાં લખું, વિદ્યા વિનય વિવેક; ત્રિવેણી સંગમ તણું, હતા જે સુવિવેક.
આજના સુસંસ્કારી અને મહા જ્ઞાની એવા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું.
જાન્યુ.- ફેબ્રુઆરી, ૧૯૭૭
For Private And Personal Use Only