________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. અરિહંતે મને મંગલ છે, અરિહંતે મારા દેવ છે, અરિહંતની હતુતિ કરી હું પાપ
સિરાવું છું. ૯. સિદ્ધ મને મંગલ છે, સિદ્ધિો મારા દેવ છે, સિદ્ધોનું કીર્તન કરી હું પાપ સિરાવું છું. ૧૦. આચાર્યો અને મંગલ છે, આચાર્યો મારા દેવ છે, આચાર્યોનું કીર્તન કરી હું પાપ
સિરાવું છું. ૧૧. શ્રી ઉપાધ્યાય મને મંગલ છે, શ્રી ઉપાધ્યાય મારા દેવ છે, શ્રી ઉપાધ્યાયનું કીર્તન કરી
પાપ સિરાવું છું. ૧૨. દેહની વેદનાઓ મારો આત્મા સમભાવે સહે છે, કારણ કે આ રીતે સમભાવે સહુવાથી
જ જીવ બાંધેલા કર્મોથી મુક્ત થઈ શકે છે. ૧૩. કર્મની આવી વેદના અનંતીવાર ભેગવી છે, છતાં મારો જીવ કેઈ વખત અજય
થયો નથી, અને થવાનું નથી, એ હું જાણું છું. તે જીવ જ્યારે નિત્ય જીવરૂપે રહે
વાને જ છે, તે આવી વેદના શાંતિપૂર્વક સાહી લેવામાં મારા આત્માને આનંદ જ થાય છે. ૧૪. હું એક છું, મારૂં કેઈનથી, હું પણ કેઈને નથી, એક આત્મા જ મારો આધાર છે.
ધર્મનિષ્ઠ શ્રીયુત મનસુખલાલભાઈને શ્રદ્ધાંજલી
શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતા એટલે જૈન સમાજની એક વિરલ વિભૂતિ. ગર્ભશ્રીમંત હોવા છતાં અત્યંત વિનમ્ર, પરમ સાદાઈની મૂર્તિ, નિર્દભ જીવન, પરમ તત્ત્વ ચિંતક, માનસ શાસ્ત્રના ઊંડા અભ્યાસી, ત્યાગ અને તપથી પરિવુત, જૈનકથા સાહિત્યના માર્મિક લેખક, જૈનેની કેટલીક અસંગત પ્રવૃત્તિઓ પ્રત્યે દુઃખી, જૈન સમાજની ધાર્મિક, સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક સક્રિય ભાગ લેનાર અને માર્ગદર્શક, આવા એક સેવાપરાયણ મહાપુરૂષના સ્વર્ગગમનથી જૈન સમાજને અને ખાસ કરીને ધાર્મિકક્ષેત્રે ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. દિવંગત આત્માને ચિરશાંતિ પ્રાપ્ત થાઓ અને તેમના કુટુંબ પર આવી પડેલી આપત્તિને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અને વૈર્ય આપે એ જ પ્રાર્થના.
અમૃતલાલ તારાચંદ દેશી
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only