SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂજી તે હજુ સુતેલા છે તેમના ચરણમાં મસ્તક નમાવી ખામણા કરતાં તેમનાં પગને શિષ્યનું માથું અડકી જતાં ગુરૂજી ગુસ્સે થઈ બરાડી ઉઠ્યા, “કોણ મને અડકે છે, જગાડે છે, ભાન છે કે નહિ? મને અશાંતિ કરે છે.” આવા વચન સાંભળી આજ્ઞાંકિત શિષ્ય નમ્રભાવે કહે છે, “ગુરૂદેવ, હું આપને ચાતુર્માસ પૂર્ણ થયું હોઈ, ખમાવું છું. ક્ષમા કરો. મારૂં મસ્તક અડકી જતાં આપને જાગૃત કર્યા. મને માફ કરો, ગુરૂદેવ મારો અવિવેક દર ગુજર કરે, ક્ષમાવંત!” આદિ શબ્દોથી શિષ્ય ક્ષમા માંગી. પંડિતજી ડું અટકયા અને ક્ષમાભાવની અમારા ઉપર અસર નિહાળી આગળ વધ્યા. મહાનુભાવ, ગુરુજી તે આ શબ્દો સાંભળી એકદમ ચમક્યા–અરે, આ શિષ્ય ચાતુર્માસ નિમિત્તે મને ખમાવે છે. જે એગ્ય ને યથાર્થ છે. છતાં મેં તેને ઠપકો આપતાં ને કડવાં શબ્દ કહેતા સહન કરી ક્ષમા યાચે છે, ધન્ય છે એને ! વાહ એને વિનય ને વિનિતભાવ! અને કહી રહ્યા “શાબાશ નમ્ર ને વિનયી સહનશીલ ને સમભાવી આત્મા ધન્ય છે તને !” અને સ્વગત પતે વિચારી રહ્યા– મેં કર્મવશાત બિમારી ભેળવી, સ્વસ્થ થયા બાદ સ્વાદને (રસનેન્દ્રિયને) ભોગ બની આચારમાં શિથિલતા આચરી અને વિચારમાં ને વર્તનમાં પણ કઠોર બન્યો. એક ગુરૂકક્ષાએ છતાં આચારહીન શિથીલ બની ગયે! જ્યારે મારા જ શિષ્ય આટલે વિનયી, સમભાવી ને વૈરાગી બની રહ્યો. ધિક્કાર છે મારા આત્માને કે મેં જીમનાં સ્વાદમાં ને વચનેની કડવાશમાં શમણ જીવનમાં પ્રાપ્ત કરેલ બધું ખાયું. પણ આજે આ યોગ્યતાને વરેલ મારાજ શિષ્ય મસ્તકનાં સ્પર્શથી તે મને નિદ્રામાંથી જગાડ્યો. પરંતુ આજ સુધી સેવેલ વિલાસ ને શિથિલાચારમાં ઘેરતે મને તેણે જગાડે છે. આમ દ્રવ્ય (ઉઘ) અને ભાવ (આચાર) બને નિદ્રામાંથી આ વિનયી શિવે મને જગાડી ઉપકાર કર્યો છે.” એમ વિચારી ગુરૂએ શિષ્યને માથે હાથ મૂકી ધન્યવાદ આપ્યા અને પોતાનું જીવન પલટાવી નાખ્યું. જીભને સ્વાદ ત્યાગી દીધે, કઠોર વાણી છોડી દીધી ને શુદ્ધ આચાર-વિચાર પાળતા શ્રમણત્વમાં સ્થિર થયા. પછી તે પેલા પાંચસો શિષ્યો પણ હકીકત સાંભળી-જાણી પાછા ફર્યા અને ગુરૂજીની સાથે સાધનાઆરાધના કરતાં કાર્યોત્સર્ગ ભાવે સિદ્ધગિરિ ઉપર સિદ્ધિપદને પામ્યા. પંડિતજીએ વાર્તા પૂર્ણ કરતાં એક સૂચક દષ્ટિ અમારી તરફ ફેકી અને અમારે મૂક આનંદ અને સંતોષ જોઈ જાણે પ્રેરણા પામ્યા હોય તેમ પિતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું – “જિજ્ઞાસુ મિત્રે, આ કથાથી તમને રસનેન્દ્રિયના (જીભના) પ્રભાવ વિષે જાણવાનું મળ્યું સ તોષ થયો એમ માનું છું. તો હવે એ સંદર્ભમાં થોડા જ સમયમાં આવી રહેલ પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંગે પણ કાંઈક વિચારીએ. તમે જાણો છો આ પર્વના આગમને યેગ્ય આત્માઓ ધર્મારાધનાના ઉત્સાહમાં નાચી ઉઠે છે અને નાની મોટી તપશ્ચર્યા કરે છે અને જીભને વશ કરે છે. આપણે પણ યથાશક્તિ આવી તપશ્ચર્યા કરીશું અને જીભની ગુલામી ત્યાગીશુ. વળી પર્વ દિનેમાં પ્રભુના દર્શન-પૂજન-કીર્તન કરવાને, ગુરૂદેવેનાં પ્રવ ચને સાંભળવાને, ધાર્મિક ક્રિયા-કાંડ કરવાને, સ્વ-ધમીઓ સાથે ખમત-ખામણી કરવાનો ઓગસટ-સપ્ટે, ૧૯૭૬ : ૧૮૫ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy