________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રતિ,
શ્રી ગુલાખચંદ્ર લલ્લુભાઇ શાહુ
www.kobatirth.org
પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશીભાઇ શાહન રાજીનામાને પત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુ પશુ વિશેષાંક
શાહસદન, બધેકા સા
ભાવનગર તા. ૩૦-૬-૭૫
ઉપ-પ્રમુખ શ્રી જૈન આત્માનં સભા, ભાવનગર.
જયજિનેન્દ્ર સાથે લખવાનુ કે આપ જાણી છે કે છેલ્લા બે વર્ષ ઉપરાંત સમયથી હું પથારીવશ છું અને સભાના કામકાજમાં સક્રિય ભાગ લઈ શકતે નથી, વળી હવે તે મારી આંખા નબળી પડતી જાય છે અને લખવા-વાંચવામાં મને પુશ્કળ મુશ્કેલી પડે છે આવી પરિસ્થિતિમાં સભાના પ્રમુખપદે ચાલુ રહેવુ તે મને ચેાગ્ય લાગતુ' નથી.
સભા સાથે મારા સંબંધ ઘણા જૂના છે સ. ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી મે ઉપ-પ્રમુખ તરીકે મારી સેવાઓ આપી છે અને સ'. ૨૦૧૪માં તે વખતના સભાના પ્રમુખશ્રી ગુલાબચંદભાઇ મણુંદજી કાપડિયા સ્વગવાસી થતાં પ્રમુખપદે મારી વરણી કરવામાં આવી હતી અને ત્યારથી આજદિન સુધી તે પદ સંભાળી મારી શક્તિ અનુસાર સભાના ઉત્કૃષ્ટમાં મેં મારા સક્રિય ફાળેા આપ્યા છે. હવે હું શારીરિક નિબંળતાના કારણે નિવૃત્ત થવા ઇચ્છું છું. એટલે આ પત્રથી આ પદનુ' રાજીનામુ` હું' પેશ કરૂ છું. તે વહેલામાં વહેલી તકે વ્યવસ્થાપક સમિતિ પાસે આ રાજીનામું મંજૂર કરાવી મને પ્રમુખપદની જવાબદારીમાંથી છુટા કરવા વિનંતિ કરૂં છું.
આ પ્રમુખપદના લાંબા સમય દરમિયાન મને આપ તથા અન્ય હાદ્દેદારો તથા સભ્યા તથા હિતચિંતકો તરફથી ખુબ સહાય મળી છે, અને તે સહાયના લીધેજ સભાના માટે યત્કિંચિત્ પણ હું કરી શકયા. આ પ્રસંગે તે સૌના અતઃકરણપૂર્વક આભાર માનું છું.
સભા દિને દિને વધુ અને વધુ ઉત્કર્ષ સાધતી રહે એવી પ્રાથના સાથે રાજીનામાના પત્ર આપને પાઠવુ છુ, એજ
For Private And Personal Use Only
લી. સેવક
ખીમચંદ ચાંપશી શાહના જય જિનેન્દ્ર,
૨૦૩