SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવકાર મહિમા–અષ્ટક (વસંતતિલકા છંદ ) જેને મહાન મહિમા સઘળે ગવાય પુણ્યદયે જનભજે સહુ કઈ જાય શ્રી કલ્પવૃક્ષ મનવાંછિત પુણ્ય કામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૧ શ્રી વેતવર્ણ અરિહંત સુરક્ત સિદ્ધ આચાર્ય પીત શુભ વાચક નીલ બદ્ધ શ્યામાંગ દિવ્ય મુનિજી અતિપુણ્ય નામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૨ સમ્યકત્વ ભાવમય દર્શન જ્ઞાન આપે ચારિત્ર જ્ઞાન બળથી ભવદુઃખ કાપે ચારિત્રથી તપ મળે શુભ મુક્તિ ધામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૩ ચક્રેશ્વરી વિમલદેવ કરે સહાય પુણ્ય કૃપામય સુદ્રષ્ટિ કદી પમાય સર્વોચ્ચ પંચપરમેષ્ઠી તણુજ કામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૪ સંગ્રામ-સાગર-જલે વિપિને મૂંઝાય આપત્તિ-સિંહ-અહી વ્યાઘ તણી જણાય ત્યાં દિવ્ય મંત્ર નવકાર અખૂટ કામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૫ દારિદ્રય-રોગ-જનનાં સહુ કષ્ટ ટાળે સંપત્તિ-પુત્ર-વનિતા-સુખ-માર્ગ-વાળે એ મહાન નવકાર સુહર્ષ ધામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૬ શ્રીપાળ રાણી મયણા ધરણેન્દ્ર આદિ પલ્લીપતિ, અમર, કંબલ શબલાદિ પામ્યા બધા રટણથી શુચિ સિદ્ધિ કામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૭ એ મહાન શુચિ મંત્ર મનુષ્ય પામે સંસારના ત્રિવિધ તાપ બધા વિરામે દેવેન્દ્ર કિંકર” રટે મુખ અષ્ટયામ મંત્રાધિરાજ પરમેષ્ઠી પદે પ્રણામ. ૮ પ્રેષક :–મુનિ પ્રદ્યુમ્નવિજય [આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy