________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્ર તથા અન્ય ગ્રંથોની પ્રેસપીએ કરાવીને એમાં પાઠાંતરે નેધી રાખ્યા છે, તેમ જ છપાયેલા અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે.
* આ નિશાનીવાળા ગ્રંથનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કરેલું છે. ૪ આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડો. ભોગીલાલ જે. સાંડેસરા સાથે કરેલું છે.
+ આ નિશાનીવાળા ગ્રંથનું સંપાદન પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી અમૃતલાલ મેહનલાલ ભોજક સાથે કરેલું છે.
સાધનાનું અંતિમ ધ્યેય
જૈન તીર્થ કરીએ અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મિસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે, અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ૩વસમસાર હું સામit-–મણજીવનને સાર તે ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે–એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તે સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મ સાધનાનું યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એકએક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાની એક અમોઘ ઉપાય તરીકે જૈનધમે નયવાદ અને સ્યાદ્વાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણ કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધનાપ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રહ્યી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહે કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે દયેય છે. (જ્ઞાનાંજલિ, પુ. ૨૭૬)
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી
For Private And Personal Use Only