________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર કા શ કી ય નિ વે દ ને
પરમપૂજ્ય, પ્રાતઃ૨મરણીય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિરન શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વગ વાસનું' આ ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે, છતાં તેનું સ્મરણ જરાય ઝાંખુ કે ઓછું નથી થયું; ઊલટું, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ, અનેક પ્રસંગોએ, એમનું સ્મરણ થઈ આવે છે અને એમના સ્વર્ગવાસથી અમારી સભાને કેટલી મોટી ખોટ પડી છે એની પ્રતીતિ થતી રહે છે. અમારા આવા પરમઉપકારી મહાપુરુષના પુણ્યરમરણ નિમિત્તે, અમારા પોતાના સંતોષ ખાતર, અમારે કંઈક પણ કરવું જોઈ એ, એવી લાગણી અમારા મનમાં શરૂ આતથી જ જાગી હતી; અને તેથી જ પૂજ્ય મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે અમે પૂનામાં ચતુર્માસ બિરાજતા પરમપૂજય શાંતસ્વભાવી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લખેલા, અમારા તા. ૨૪-૬-૧૯૭૧ના પત્રમાં લખ્યું હતુ કે– જૈન સમાજને એક મહાન માર્ગદર્શક મુનિવરની લાંબા સમય સુધી ન પુરાય તેવી ખોટ પડી છે. અને આ સભા ઉપર તે વાઘાત જેવું થયું છે. તેઓશ્રીની પુણ્યસ્મૃતિમાં એકાદ પુસ્તકે બહાર પાડવાની અમારી ઇચ્છા છે, અમે આપ સહુ ગુરુદેવના આશીર્વાદ અને સહકાર માગીએ છીએ. 25
અમારી આ ભાવના આજે ૧ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક રૂપે સફળ થાય છે, અને અમે આ વિશેષાંક શ્રીસ'ધના કરકમળમાં ભેટ ધરી શકીએ છીએ, એને અમને ખૂબ આનંદ અને સંતોષ છે, આવા મહાન ઉપકારી ગુરુદેવના ઉપકારોને બદલે તો અમે શુ વાળી શકીએ ? ૫ણુ એ ઉપકારોની લાગણીથી પ્રેરાઈને અમને આ વિશેષાંક પ્રગટ કરવાનો અવસર મળ્યો એને અમે અમારું મોટું સદ્દભાગ્ય લેખીએ છીએ.
અમારી ઇચ્છા તો આ વિશેષાંક પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની પ્રથમ પુણ્યતિથિએ પ્રગટ કરવાની હતી, પણુ, વચ્ચે વચ્ચે, એક યા બીજા પ્રકારના એવા એવા અવરોધે આવતા રહ્યા કે જેથી એ કામ વિલંબમાં પડતું રહ્યું; અને આ અંક મહારાજશ્રીની બીજી પુણ્યતિથિએ પણ પ્રગટ કરવાનું શક્ય ન બ-મુ', તે આટલા લાંબા વિલ'બ પછી છેક અત્યારે એ અંક પ્રગટ થાય છે. મોડે મોડે પણ આ કામ, અમારી ધારણા મુજબ, સાંગોપાંગ પૂરું થઈ શકયું' એ માટે અમે પરમાત્માનો ઉપકાર માનીએ છીએ.
આ અંકમાં આપવામાં આવેલી સામગ્રી અને વિશેષાંકના “ ઋણમુક્તિનો અદના પ્રયત્ન ” નામે સ'પાદકૅના નિવેદનમાં વિગતે લખવામાં આવ્યું છે, એટલે એ બાબતમાં અમારે કશું જ કહેવાનું નથી રહેતું.
આ વિશેષાંક તૈયાર કરવામાં જેમ અમને વિદ્વાન સંપાદક-મિત્રોએ ઉલ્લાસથી માગ્યા સહકાર આપ્યો છે, તેમ શ્રીસંઘમાંથી જરૂરી આર્થિક સહાય પણ અમને મળી રહી છે, તેથી જ આવા સમૃદ્ધ અને એક જેટલી છબીઓથી સુશોભિત અંક પ્રગટ કરવાનું અમારા માટે શક્ય બન્યું છે. આ અંક માટે અમને જેમના તરફથી આર્થિક સહાય મળી છે તેની વિગત જુદી આપવામાં આવેલ છે. તો
અમારી સંસ્થા તરફ આવી લાગણી દર્શાવવા બદલ અમે પૂજ્ય મુનિરાજશ્રીને, બધાં પૂજ્ય સા'વીજી "મહારાજને તથા સહાય આપનાર સંધ, ટૂર તથા ભાઈ એ-બહેનોના અંતઃકરણથી આભાર માનીએ | છીએ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની સહજ ભક્તિનું જ આ સુપરિણામ છે.
આ વિશેષાંકના સંપાદક-મંડળના બધા વિદ્યાને પૂજ્યપાદ મહારાજશ્રીની આસપાસ રચાયેલ વિશાળ તેવા કુટુંબના સભ્યો છે, એટલે અમારી સભા પ્રત્યે તેઓ સ્વાભાવિક રીતે જ પોતાપણાની લાગણી ધરાવે છે. તેઓએ આપેલ સહુકારથી અમે તેઓના ખૂબ ખૂબ એશિ ગણુ બન્યા છીએ.
For Private And Personal Use Only