________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર ]
શ્રી આત્માનંદ પ્રકાશ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વરચે ઠીક ઠીક ગાઢ ધર્મ સ્નેહ રચાઈ ગયે હ; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા.
પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હૃદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રી પુણ્યવિજયજી મહારાજને, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું; અને એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળ પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાને એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસ શ્રી રમણીકવિજ્યજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તે ઠીક, શ્રી પુણ્યવિજયજી મહારાજ તે, પિતાનાં અનેકવિધ સંશોધનકામને લીધે, મુંબઈ જવાને વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયતની દષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાને વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુ તેરશના પર્વ દિને, પંન્યાસ શ્રી રમણકવિજ્યજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! પછી તે અમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર કરશે. વડોદરાને મહારાજશ્રીની દીક્ષાના સાઠ વર્ષને સમારોહ ક્યારે પૂરી થાય અને મહરાજશ્રી કયારે અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે પ્રતીક્ષા કરી રહ્યા.
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં જ વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રી જયંતીલાલ મણિલાલ ઘડિયાળી–એ મુંબઈના ત્રણ આગેવાને મહારાજશ્રીને વિનંતિ કરવા તા. ૯-૩-૧૯ના રોજ વડોદરા પહોંચ્યા. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું; અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી. પણ ભાવીને સંકેત કંઈક જુદો જ હતું. ભવિતવ્યતાને એ ભેદને પામવાનું આપણું ગજું શું ? આમાં પણ એમ જ થયું.
મુંબઈના આગેવાને વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બેલાવ્યો. તેઓએ હજુ કશે નિર્ણય કર્યો ન હતો અને તેનું મન ખુલ્લું હતું; એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બેલા. હશે, એમ માનું છું. મને તે સતત એક જ વિચાર સતાવતો હતો કે અગમ-સૉધનનું કામ શરૂ કર્યું નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીનના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે, મહારાજશ્રી જેવી સજજતા, સૂઝ અને સમપત્તિ બીજા કેઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તે સ્પષ્ટ હતું કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારને વિચાર જતો કરીને બને તેટલાં વહેલાં અમદાવાદ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું' : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કઈ કામસર શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનતિ કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનતિ આપ પત્ર લખીને કરી. તેઓએ મારી વિનંતિ માન્ય કરી અને બીજે દિવસે પત્ર પણ લખ્યા. હું વડોદરા રવિવારે ગયા હતા એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતાં પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીને પત્ર મળી જ ગયે હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહેચીને
For Private And Personal Use Only