________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪]
શ્રી આત્માનંદ પ્રકાશ others; and his methods of study were exemplary. Indian literary heritage still lies in old Mss, lying neglected here and there; and what he has done in this regard is indeed unique. His Samadhimarana is a fulllment of a great mission in life on which he had embarked. May his soul rest in Peace! I had received much help from him in my studies; and just a couple of weeks back I had received Dharmalabha from him in the Hospital. This sad demise is a big set-back for the Agama publication !
[The following are the words addressed by Dr. A. N. Upadhye to Pt. Dalsukhbhai : I never thought, that evening, that the Dharmalabha was the last. You may be required to go to Bombay, if you had not already gone there. Many thoughts are crowding my mind-the great vision of the Agama publication is much blurred: (Mysore, 16-6-71 )
શ્રી ફૂલચંદભાઈ શ્યામજી: આગમપ્રભાકર સાહેબની બાબતમાં ન માની શકાય તેમ જ ન કલ્પી શકાય તેવી સ્થિતિ બની છે | તા. ૧ર અને ૧૩ શનિ અને રવિ બને દિવસે અમારા માટે ચિંતાજનક હતા, કારણ કે તે બને દિવસેએ અગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દરનું ઓપરેશને બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહિ, પરંતુ છાતીમાં જ્યાં પાણુ તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખમાં પાણી આવી જતાં. કઈ પ્રવાહી અગર દૂધ, ચા, પાણી કઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરીને લાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી. ગેરસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે. તે મુજબ સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નાળિયેરનું પાણી, પપૈયું તેમ જ કાંજી વગેરે લીધું. સાંજના ખીચડી લીધી. રૂમમાં પોતે જ દશથી બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા. ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા. ખૂબ આનંદથી વાત કરી, અને બધાને ખૂબ જ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને ઘેડા નીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાત નક્કી કરી અને સોમવારે સાંજના સાડા છએ હું જમવા ગયે. જમીને ડું ફરી સાડા આઠ વાગ્યે પાછા ઘરમાં પગ મૂકુ છું કે તરત કોરાને ટેલીફોન આવ્યો કે સાહેબજીની તબિયત બગડવાના ખબર મળ્યા છે તે તુરત જ દવાખાને જાવ. હું અને વસંત તુરત જ દવાખાને પહોંચ્યા, પરંતુ, અમારા કહે કે સમાજના કમનસીબે, અમે પહોંચ્યા પહેલાં જ તેઓ સ્વર્ગ માં પહોંચી ગયા હતા ! તેમની સારવારમાં ડોકટરે, નસે તેમ જ દવાખાનાના માણસે સિવાય આ૫ણુ તરફથી લમણ, માધુ અને ભૂપેન્દ્ર ત્રિ-દિવસ ત્યાં જ રહેતા હતા. કારશ્રીજી સારવી મહારાજ આખે દિવસ ત્યાં જ દેખરેખ રાખતાં હતાં. આ બધાં ઉપર કુદરત જ નિર્દય બની ! સાંજનું પ્રતિક્રમણ પહેલી વાર બેસીને કર્યું. પ્રતિક્રમણ કર્યા પછી તુરત જ બેઠા બેઠા ડેકું ખોળામાં નાખી દીધું. આખી ઘટના ખૂબ જ ચમત્કારિક તેમ જ અચંબે ઉપજાવે તેવી છે. ગઈ કાલે બરાબર બાર વાગ્યે ગેડછથી સ્વર્ગ યાત્રા શરૂ થઈ. લગભગ પાંચ વાગ્યે બાણગંગા પહેચ્યા. સાડા પાંચે અગ્નિદાને, રૂ. ૨૦,૦૦૧ વીસ હજાર એકમાં, જામનગરના ધરમદાસભાઈ તે ત્રિકમદાસ દામજીવાળાએ લાભ લીધે હતું. બીજી પરચુરણ પરચૂરણ લગભગ પચીસેક હજારની બોલીએ બોલાવી હતી. રાત્રિના આઠેક વાગ્યે બધા આવ્યા અને આ મહામાને છેલા દર્શન, અંજલિ જે કહીએ તે આપી સૌ સૌને ઘેર ગયા. સ્મારક માટેની અપીલ તેમના ગુણાનુવાદની સભા જે મળશે તે વખતે કરવાનું નક્કી કર્યું છે.
For Private And Personal Use Only