________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ ગુરુ અને દાદાગુરુના પગલે પગલે સાહિત્ય-સંશોધન અંગે અનેકવિધ કાર્ય કર્યું છે. પ્રાચીન સાહિત્યનું પ્રકાશને અણીશુદ્ધ અને ભૂલ વગરનું થાય તે માટે મુનિજીએ બધા જ પ્રકારની ચીવટ રાખી છે. તે માટે જરૂરી હસ્તપ્રત એકત્રિત કરી, અસ્તવ્યસ્ત અને જીર્ણ થયેલી હસ્તપ્રત વ્યવસ્થિત અને સુરક્ષિત કરી અને જરૂરી પ્રતો ફરી લખાવી તૈયાર કરાવી. આ કાર્ય માટે અનેક જૈન ભંડારોમાં કલાકે સુધી બેસી જ્ઞાનભંડારો પણ વ્યવસ્થિત કર્યા, હસ્તપ્રતોનાં સૂચિપત્રો તૈયાર કર્યા અને મહત્વની હસ્તપ્રતાની માઈક્રો ફિલમ પણ લેવરાવી. આ રીતે આપણે પ્રાચીન સાહિત્યને અમર વારસો જાળવી રાખવામાં એમને ફાળો અમૂલ્ય છે.
એમણે સંપાદિત કરેલા ગ્રન્થા તેમના ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્ય તેમ જ વિદ્વત્તાના દ્યોતક છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ તેમ જે જૂની ગુજરાતી ભાષાના સારા અભ્યાસી હતા. દર્શનશાસ્ત્રો, છન્દશાસ્ત્ર, તેમ જ વ્યાકરણ વગેરેનું પણ તેમનું જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું.
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ તેમના ગુરુ સાથે કરેલું વસુદેવહિડીનું સંપાદન તેમનામાં રહેલી ઉચ્ચ પ્રકારની સંશોધનશક્તિ અને વિદ્વત્તા તેમ જ ખંતની સાક્ષી પૂરે છે.
તેમનાં અન્ય સંપાદને જેવાં કે કૌમુદીમિત્રાનંદ નાટક, પ્રબુદ્ધરૌહિણેવ નાટક, ધર્માલ્યુદય નાટક વગેરે અનેક ગ્રંથોમાં તેમની ચીવટ તેમ જ વિદ્રત્તા જણાઈ આવે છે.
એમનાં મહત્વનાં સંપાદનમાં બહકલ્પભાષ્ય, છતકપસૂત્ર, કેથાનિકેષ, ધર્માલ્યુદય મહાકાવ્ય વગેરે ગણાવી શકાય. આવા બધા ગ્રન્થનું સંશોધનકાર્ય ખરેખર ઘણું જ વિદ્વત્તા, ચીવટ તેમ જ કુશળતા માંગી લે છે.
તેમનું ઘણું જ મહત્ત્વનું કાર્ય આગમોના પ્રકાશનનું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમ જ દાતાઓના સહકારથી તેમણે ૪૫ આગમોનું સંપાદનકાર્ય આરંભેલું, પણ દેવગે ત્રણ આગમ સુધી જ એ કાર્ય આજે પહેચ્યું છે. તે કાર્ય ચાલુ રહે એ જોવાની જૈન સમાજના દાનવીરે, સંસ્થાઓ, સંઘ અને વિદ્વાનની ફરજ છે. એ કાર્યમાં સૌએ યથાશક્તિ સહકાર આપવો જરૂરી છે.
જૈન નગરી અમદાવાદમાં આવેલી શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને અને ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણું અને સહકારથી તેમ જ દાનવીર, વિદ્યાપ્રેમી કસ્તુરભાઈની ઉદારતા અને સાહિત્યાભિરુચિથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા આ બને વ્યક્તિઓમાં રહેલી દીર્ધદષ્ટિ અને વિચક્ષણતાનું દર્શન કરાવે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પોતાના ગ્રન્થને આખો સંગ્રહ આ સંસ્થાને ભેટ આપી પિતાની અનન્ય ઉદારતા અને વિશાળતા દર્શાવ્યાં છે. આ સંસ્થાને પુથ્થળે એવી જ એક બીજી વ્યક્તિને સંપૂર્ણ સહકાર સાંપડ્યો છે; એ છે વિદ્વદ્દન પડિત શ્રી દલસુખભાઈ માલવણીયા. પં. શ્રી દલસુખભાઈ જેવા પ્રખર અભ્યાસી અને ઉપાસક સંચાલક આ સંસ્થાને મળ્યા એ સંસ્થાનું ઉજજવળ ભાવિ સૂચવે છે.
આવી ઉત્તમ શક્તિ અને અનેકવિધ ક્ષેત્રમાં કેટલું અનન્ય કાર્ય છતાં પૂજ્ય પુણ્યવિજ્યજીના સ્વભાવમાં કદી આડંબર કે અહંકાર પ્રવેશી શક્યા નથી. તેઓ સ્વભાવે શાન્ત, સરળ અને જીવનમાં સાદા જ રહીને જીવનના અંત સુધી જ્ઞાસની ઉપાસનાનું કાર્ય કરતા જ રહ્યા
“આવી ઉત્તર્મ વિભૂ તિની ચિરવિદાયથી ખરેખર આપણને કદી ન પુરાય એવી ખોટ પડી છે.
જૈન ધમ પ્રકાશ” માસિક, ભાવનગર, જુલાઈ, ૧૯૭૧
For Private And Personal Use Only