________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[8 જેવા ગંભીર; રાત-દિવસ સતત કામમાં રહેનાર; સદા પ્રસન્ન મુખવાળા, નગ્ન, આચાર્ય પદવી લેવાને ઇન્કાર કરનાર; ગમે તે ફિરકા કે સંપ્રદાયને હેતથી આવકારનાર ને દુખિયાના દુઃખથી કરુણાભીના થનાર; ગમે તે સમયે ગમે તેવા સખત કામમાં પણ ખપીને બેધ આપવા ખાતર તત્પર રહેનાર; ગરીબ-તવંગરને સમદષ્ટિથી જેનાર; નાના બાળક કે વિદ્વાનને હેતથી આવકારનાર; મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગના પ્રકાશનની
જનાના પ્રાણસ્વરૂપ; નિષ્કામ સેવાભાવી; ત્યાગમૂર્તિ; પરમપૂજ્ય ગુરુદેવ આત્મારામજી મહારાજના જ્ઞાની શિષ્યરત્ન પ્રવર્તક શ્રી કાન્ડિવિજ્યજી દાદાના શિષ્યરત્ન પૂ. ચતુરવિજયજી મહારાજના શિષ્ય; ૭૬ વર્ષના બાલબ્રહ્મચારી; પુણ્યપુરુષ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજ જેઠ વદી કે સમવારે મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. તેમને જન્મ કપડવંજમાં સં. ૧૯૫૨માં જ્ઞાનપંચમીના પવિત્ર દિને થયું હતું. નાની ઉમરમાં ધર્મને રંગે રંગાઈ ૧૯૬પમાં દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા, અને જૈન આગમોના તે પરમજ્ઞાની હતા. તાજેતરમાં અમેરિકી ઓરીએન્ટલ સોસાયટી તરફથી તેમને માનદ સભ્ય નિયુક્ત કરવામાં આવેલ. જ્ઞાનભંડારોના ઉદ્ધારની સાથે સાથે તેઓ જીર્ણશીર્ણ થઈ ગયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં સિદ્ધહસ્ત હતા.
“જન સેવક” માસિક, મુંબઈ, જૂન, ૧૯૭૧.
દિવંગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ
શ્રી “રક્તતેજ”
कृतं येन महत्कार्य', ज्ञानदीपप्रकाशनम् । यश्च महदुपकारकः, पुण्याय तस्मै नमोऽस्तु मे ॥
-બવર્તન
પ્રાય સાહિત્ય સંશોધન ક્ષેત્રને એક તારક સં. ૨૦૨૭ના જેઠ વદી ૭ ને સોમવારના દિવસે વિલીન થશે. વિ એક આદર્શ-ચરિત સંતને ગુમાવ્યા. જૈન સમાજે ઉચ્ચ આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની બેટ પડી.
આગમપ્રભાકર, શીલના ઉપાસક, દીર્ઘતપસ્વી, મૂક સાહિત્યસેવી વિદ્વાન મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું છે.
એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણને કેવી વિરલ અને પરમ ઉપકારક વિભૂતિની ખોટ પડી છે.
પૂજ્ય મુનિ પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તેમ જ તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ આ બન્ને મહાપુરુષ જ્ઞાનના સાચા ઉપાસક હતા. આ બન્ને વિદ્વાન મુનિવરોએ પ્રાચીન સાહિત્યસંશોધન તેમ જ સાહિત્ય-પ્રકાશમાં ઊડે રસ લઈ ઉત્તમ ટીનું કાર્ય કર્યું છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પણ આ બન્ને મહાપુરુષોની પ્રેરણા અને આશીર્વાદથી એમણે આપેલા વારસાને દીપાવ્યો અને વિકસાવ્યા હતા.
For Private And Personal Use Only