________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) ઉપરોકત મહાપુરૂષનું સાહિત્ય: ઉપરોક્ત મહાપુએ લખેલું પ્રમટ-અપ્રગટ સાહિત્ય રા વિભાગમાં શક્ય હોય તેટલું પસંદ કરીને આપવું. દા. ત. ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ વિષેનું પ્રથમ પુસ્તક શ્રી કરશનદાઇ મુળજીએ લખ્યું હતું. મસ્તકવિએ લખેલ “કપામ વિરહ” જગતના ઉત્તમ શિક (Ayric) કાવ્યોમાંનું એક છે. આવી સરસ કૃતિઓ પસંદ કરીને આ વિભાગમાં સમાવવ.
(૪) મહવાની લોકકથા અને સાગરકાંઠાનાં લેક ગીતો ? આ વિભાગમાં “વાભાવીર જેવી શાય અને અમર દતકથા અને સાગરકાંઠાનાં ગીતો આપવાં.
(૫) સામાજિક સંશોધન અને સ્વતંત્ર લેખ : “Earning one's livelihood in Mahuva” નામે પુસ્તક પ્રગટ થયું છે, જેમાં મહુવા વિષે થયેલ સામાજિક સંશોધનની વિગતે છે. ઈસ. ૧૯૭૧ની વસ્તી ગણતરી પર આધાર રાખીને સદરહુ સામાજિક સંશોધનનું નવું તારણ કાઢીને એક સ્વતંત્ર લેખ ગુજરાતીમાં આ વિભાગમાં આપવાની ભાવના છે. આ થાજના પાર પાડવા માટે નીચે મુજબ સંપાદક મંડળની રચના કરવામાં આવી છે, (૧) ડે. હરિવલ્લભ ભાયાણી.
સલાહકાર તરીકે રહેશે. (૨) ડે. હરિલાલ ગોધાણી.
ઐતિહાસિક વિભાગ સંભાળશે. (૩) શ્રી ડોલરભાઈ વસાવા. (૪) શ્રી અનંતરાય સી. ગાંધી, (૫) શ્રી નરોત્તમદાસ એન. મહેતા. (૬) શ્રી પન્નાલાલ આર. શાહ, સંપાદક મંડળના મંત્રી તરીકે રહેશે.
ગ્રંથાવલેકન સમયદર્શ આચાર્ય – લેખક:- શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ.
પ્રકાશક-આચાર્ય શ્રી વિજયવરભસૂરીશ્વરજી જન્મશતાબ્દી સમિતિ,
C/o શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિમાર્ગ મુંબઇ-૨૬
કિંમતઃ દોઢ રૂપિયો (સમિતિના સભ્યોને ભેટ). પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજના જમશતાબ્દી મહત્સવની ઉજવણી પ્રસંગે આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે.
પૂ. આચાર્ય મહારાજ શ્રીના જીવનના ત્રણ મુખ્ય આદશે; પહેલું આત્મ સંન્યાસ, બીજું જ્ઞાનપ્રચાર અને ત્રીજુ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્કર્ષ એ ત્રણે આદર્શોને કેન્દ્રમાં રાખીને પૂ. આચાર્ય મહારાજે કરેલી અનેકવિધ કામો પકારક અને લોકપકારક પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત છતાં સારગ્રાહી વર્ણન, જાણીતા લેખક અને વિચારક ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ, આ પુસ્તકમાં, સરળ ભાષા અને રોચક શૈલિમાં કર્યું છે. પૂ. આચાર્ય મહારાજશ્રીનું આ પ્રેરણાદાયી જીવન ચરિત્ર સહુ કોઈએ અવશ્ય વાંચવું જોઈએ.
(અનુસંધાન ટાઈટલ પેઈઝ . ઉપર જુઓ)
આત્મા પ્રકાશ
For Private And Personal Use Only