________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જૈન સમાચાર
શ્રી મૂળચંદષ્ણ મહારાજની પુણ્ય તિથિ તપગચ્છાધિપતિ સ્વ. પૂ. મૂળચંદજી મહારાજ ગણિવર્યની સ્વર્ગવાસ તિથિ અંગે આપણી આભા તરફથી માગશર વદિ ૬ મંગળવાર તા. ૭–૧૨–૭૧ના રોજ અને શ્રી દાદાસાહેબ જિન મંદિરમાં સવારે ૧૦ કલાકે શ્રી આત્મવલબ કૃત પંચ પરમેષ્ટીની પૂજા ભાવી દેવગુરૂ ભક્તિ કરી પુણ્યતિથિ ઉજવવામાં આવેલ હતી. આ પ્રસંગ સભાજદ બંધુએ તથા અન્ય ગૃહસ્થાએ સારો લાભ લીધો હતો.
શ્રી મહુવા જૈન યુવક મંડળ, મહુવા, મહુવા-એક સંદર્ભ ગ્રંથની યોજના
આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહાર ની જન્મશતાબ્દિ વિક્રમ સંવત ૨૦૨૯માં આવે છે. શાસનસમ્રાટ મહુવાના હતા. અને એમની જન્મશતાબ્દિ પ્રસંગને અનુરૂપ, એ નિમિત્તે મહુવા વિષે એક અંદન ગ્રંથ તૈયાર કરવાની રૂપરેખા અત્રે આપી છે. લોથલ સંસ્કૃતિ એટલે કે ઇતિહાસના ઉગમકાળથી આજસુધીના મહવા અંગેનું જે કાંઇ સાહિત્ય ઉપલબ્ધ હોય તેને આ આધાર ગ્રંથમ સમાવેશ કરવાની ભાવના છે. આ અંગે આપશ્રી પાસે જે કંઈ માહિતી હોય તે “મંત્રી, શ્રી સંપાદક મંડળ, શ્રી જૈન યુવક મંડળ મહુવાના સરનામે મોકલી ઉપકૃત કરશેજી. સદરહુ ગ્રંથનું આયોજન નીચે પ્રમાણે છે –
(૧) ઐતિહાસિક મહુવા : લેલ સંસ્કૃતિથી આજ સુધીને છુટોછવાયો ઇતિહાસ આ વિભાગમાં આવરી લેવાની ભાવના છે. વ્યવસ્થિત રજુઆતથી આ ગ્રંથ ભવિષ્યમાં માર્ગદર્શન રૂ૫ બને “વી રીતે અનું આયોજન વિચાર્યું છે.
(૨) મહુવાના નરરત્ન : વિક્રમ સંવતની શરુઆતથી આજ સુધીમાં મહુવાના નામને ગોરવાન્વિત કરે એવા મહાપુરુષો મહુવામાં થયા છે. જેમકે, શત્રુ જોદ્ધારક જવાશા, મહારાજા કુમારપાળના સમકાલિન શ્રેષ્ઠિ જગડુશા, મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર, તથા હરગોવિંદ પ્રેમશંકર, સને ૧૮૯૩ની ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનાર અને સ્વામી વિવેકાનંદના સમકાલિન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, ગુજરાતના રાજા રામ મોહનરાય તરીકે વિખ્યાત થયેલા મહાન સમાજ સુધારક કરશનદાસ મુળજી, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, શાસનમ્રાટ આ. શ્રી વિજયમસૂર અને આ, શ્રી વિજયદનસૂરિ, મહાન જાદુગર પ્રા. નથુ મંછાચંદ વગેરે મહાનુભાવોને પરિચય આ વિભાગમાં આપવો.
ન સમાચાર
For Private And Personal Use Only